બજાર / 3 દિવસમાં 2 વાર સસ્તો થયો સોના વાયદો, ચાંદીમાં ભારે ઘટાડો, જાણો આજના નવા ભાવ

silver gold price today 11 november 2020 latest price gold mcx today fall for second time in 3 days

વૈશ્વિક સ્તર અનુસાર આજે ભારતમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. એમસીએક્સ પર સોના વાયદો 0.15 ટકા ઘટીને 50, 425 રુપિયા પ્રતિ 10 ગ્રામ , જ્યારે ચાંદી વાયદો ઘટીને 62, 832 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ગત 3 દિવસોમાં સોનાની કિંમતોમાં આ બીજી વખતનો ઘટાડો છે. ગત સત્રમાં સોનાની કિંમત 1.4 ટકા અટલે કે 700 રુપિયા પ્રતિ 10ગ્રામ વધી હતી. જ્યારે ચાંદીનો દર 3.3 ટકા એટલે કે 2 હજાર રુપિયા પ્રતિ કિલોગ્રામ વધી હતી. સોમવારે સોનાની કિંમત 2500 રુપિયા પ્રતિ 10 ગ્રામ ઓછી થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ