બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:43 PM, 29 October 2024
ધનતેરસનો દિવસ રાજસ્થાન માટે ખૂબ ભારે પડ્યો. સિકરના લક્ષ્મણગઢમાં બસ એક્સિડન્ટમાં 12થી વધુ લોકોના મોત થયાં હતા જ્યારે 45 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણા લોકો ગંભીર હોવાથી મોતનો આંકડો વધી શકે છે. મુસાફરોથી ભરેલી બસ સાલાસરથી નવલગઢ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અચાનક બસ પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને એક પુલ સાથે અથડાઈ. પ્રાથમિક તપાસ મુજબ બસની વધુ ઝડપે આ અકસ્માતને વધુ ભયાનક બનાવ્યો હતો.
ADVERTISEMENT
सीकर के लक्ष्मणगढ़ में हुए सड़क हादसे में 8 लोगों की दर्दनाक मौत. प्राइवेट बस तेज गति से पुलिया से जा भिड़ी. हादसे में घायलों को भेजा जा रहा है लक्ष्मणगढ़ और सीकर. करीब 24 लोग घायल हुए हैं.#Accident #Sikar #laxmangarh #highway #bus #Dhanteras#festival #Diwali pic.twitter.com/Ker5VU5W0R
— Arvind Sharma (@sarviind) October 29, 2024
ધનતેરસના દિવસે બીજો માર્ગ અકસ્માત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આજે આ બીજો મોટો માર્ગ અકસ્માત છે. આજે વહેલી સવારે 9:00 વાગ્યાની આસપાસ રાજસ્થાનના બલોત્રા શહેરમાં બે બસો અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે સિકર અકસ્માતમાં 12 લોકોના મોત થયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.