શાસ્ત્રો અનુસાર ભવિષ્યમાં થનારી ઘટનાઓમાં ઘણા માધ્યમોથી જાણી શકાય છે.જેમાંથી એક મહત્વપૂર્ણ અને સરળ માધ્યમ હોય છે કે પશુ-પક્ષી ગાય પણ તેમાંથી એક છે. ગાય હિંદૂ ધર્મમાં પૂજનીય છે. ઘણા ધાર્મિક વિધાનોમાં ગાયનું દૂધ જ નહિ પણ તેની ઉપસ્થિતિનું પણ મહત્વ છે. જો તમને રસ્તામાં ચાલતા ગાય દેખાઇ જાય તે ભાંભરે કે વાછરડા સાથે દેખાય તેનો ખાસ અર્થ છે.
- જો તમને સામે એવી ગાય દેખાય જેની આંખની કિનારીમાંથી આંસુ આવતા હોય તો તે કોઇ અનહોનીની આશંકા પેદા કરે છે. ગાય ભાંભરતી સાંભળવા મળે તો તે કોઇ પરેશાનીનો સૂચક છે.
- જો તમને કોઇ એવી ગાય દેખાય જેના શરીર પર ઘણી માખી બેઠી હોય તો સમજવુ કે ખૂબ જ જોરદાર વરસાદ પડવાનો છે. તમે હેરાન ન થવા માંગતા હોવ તો આ જ પ્રમાણે તમારો કાર્યક્રમ નક્કી કરો.
- ડાબી બાજુ ગાય દેખાવી શુભ ગણાય છે. રાતના સમયે કોઈ ગાય માથુ હલાવતી અથવા તો હુંકાર ભરતી સાંભળવા મળે તો સમજવુ કે આગામી સમયમાં કોઇ લાભદાયક ઘટના બનાવી છે.
- જો ગાય પોતાના પગથી ધૂળ ઉડાડવાની કોશિશ કરતી જોવા મળે તો આ તમે ભવિષ્યમાં બિમાર પડવાના સંકેત છે. આ બિમારી તમને લાંબો સમય સુધી પરેશાન કરી શકે છે. આથી તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાનું ચાલુ કરી દેજો. નાની-મોટી સ્વાસ્થ્યની સમસ્યાઓને અવગણવાને બદલે ડોક્ટરી સલાહ લેવાનું શરૂ કરી દો.
- જો તમને કોઈ ગાય પોતાના વાછરડા તરફ દોડતી તેને દૂધ પીવડાવતી કે પ્રેમ કરતી જોવા મળે તો સમજજો કે તમારી મનોકામના પૂર્ણ થવાની છે. આ ઈચ્છાપૂર્તિથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ ઈચ્છાપૂર્તિથી તમારા જીવનમાં ખુશીઓ આવશે.