બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શ્રાવણ મહિનામાં "ॐ" ના મંત્ર જાપ પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો થશે વિપરીત અસર
Last Updated: 05:08 PM, 6 August 2024
સનાતન ધર્મની શરૂઆતથી જ પૂજા અને પ્રાર્થનાનું મહત્ત્વ ખૂબ જ છે, પૂજા સાથે મંત્રોનું પણ એટલું જ મહત્ત્વ છે અને દરેક મંત્રમાં "ૐ" નો ઉલ્લેખ હોય છે. જેના કારણે દરેક સારા કામની શરૂઆત મંત્રોથી કરવામાં આવે છે. "ૐ" એક એવો અક્ષર છે કે જેનું ઉચ્ચારણ પણ પવિત્ર માનવામાં આવે છે. "ૐ" નું જપ કરવાથી આસપાસ એક હકારાત્મક ઉર્જા પ્રસરી જાય છે. સનાતન ધર્મમાં "ૐ" અક્ષરને સૌથી પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. ફક્ત "ૐ" નું ઉચ્ચારણ કરવાથી જ મનને શાંતિ અને આત્માને ઉર્જા મળે છે. "ૐ" આમ તો એક અક્ષર જ છે પણ જાણકારો અને ઋષિમુનિઓ પ્રમાણે "ૐ" એ પોતાનામાં જ એક શક્તિશાળી મંત્ર છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે "ૐ" પોતાની જાતમાં જ સમસ્ત બ્રહ્માંડને સમાવેલું છે. "ૐ" શક્તિશાળી મંત્ર હોવાથી જપ કરતાં પહેલા નિયમો વિશે જાણવું જરૂરી છે. તો ચાલો "ૐ" જપ વિશે વિગતે માહિતી મેળવી.
ADVERTISEMENT
"ૐ" નું મહત્ત્વ
ADVERTISEMENT
જે એક શક્તિશાળી મંત્ર છે અને જે બ્રહ્માંડનું સર્જન, પાલન અને વિનાશ દર્શાવે છે. "ૐ"ને સર્વોચ્ચ શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે. તમને અશાંતિ રહે છે, તો તમને નિયમિત પણે "ૐ" નું જપ કરવાથી શાંતિ મળે અને તણાવ ઓછો થાય છે. સાથે "ૐ"નું જપ કરવાથી આત્મજ્ઞાન મળે છે અને હકારાત્મક ઉર્જામાં વધારો કરે છે.
"ૐ"ના ઉચ્ચારણ કરવાની સાચી પધ્ધતિ
"ૐ" નું જપ કરવા માટે શાંત વાતાવરણ હોવું જરૂરી છે. ધ્યાનની મુદ્રામાં બેસીને "ૐ"નું જપ કરવું. ઊંડો શ્વાસ લઈને "ૐ"ના ઉચ્ચારણ સાથે ધીરે-ધીરે છોડવો. "ૐ" નું ઉચ્ચારણ અ-ઉ-મ એમ ત્રણ ભાગમાં કરવું. તમે તમારા સમય પ્રમાણે અને ક્ષમતા અનુસાર 21 થી 108 વાર "ૐ" નું જપ કરી શકો છો.
"ૐ"ના જપથી થતાં ફાયદા
તમે તણાવ, ચિંતા અને હતાશા દૂર કરવા માટે "ૐ" નું જપ કરી શકો છો. "ૐ" નું જપ કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતામાં વધારો થાય છે. "ૐ"ના જપથી આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે આધ્યાત્મિક વિકાસ થાય છે.
વધુ વાંચો: આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, ભૂલથી પણ શિવલિંગ પર ન ચડાવતા આ વસ્તુ, મહાદેવ થશે ક્રોધિત
"ૐ"નું જપ કરતાં સમયે મનને શુધ્ધ રાખવું જરૂરી છે અને "ૐ" પર વિશ્વાસ રાખો. "ૐ"નું જપ નિયમિત કરવું. "ૐ"નું જપ કરતાં પહેલા કોઈ ધાર્મિક ગુરુનું માર્ગ દર્શન લેવું જરૂરી છે. જેથી કોઈ નિયમનો ભંગ ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.