વિશ્લેષણ /
હસ્તાક્ષર પરથી માણસનું વ્યક્તિત્વ નક્કી થશે, નોકરી લેતી વખતે મહત્વનું પાસુ બનશે
Team VTV06:10 PM, 03 Dec 19
| Updated: 06:19 PM, 03 Dec 19
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા હસ્તાક્ષરથી તમારા વ્યક્તિત્વનો પરિચય પણ થઈ શકે છે? વિશ્લેષકો માને છે કે આપણા હસ્તાક્ષર અને વ્યક્તિત્વ વચ્ચે સીધો સંબંધ છે, જે આપણા વ્યક્તિત્વની સમજ પણ આપે છે. જયપુરના 51 વર્ષીય નવીન તોશનીવાલ સદીઓ જુની હસ્તાક્ષર ટેકનિકના આધારે લોકોના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેઓ આ ટેકનિકથી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને તેમના વ્યક્તિત્વમાં સુધારો કરવામાં મદદ કરી રહ્યા છે.
કેમિકલ એન્જિનિયરથી ગ્રાફો વિશ્લેષણ અથવા હસ્તાક્ષર નિષ્ણાત બનેલા તોશાનીવાલે કહ્યું કે હસ્તલેખનના વિશ્લેષણની કળા લગભગ બે હજાર વર્ષ જૂની છે અને તે ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ સાથે સંકળાયેલી છે. એરિસ્ટોટલે માણસના મન અને તેની હસ્તાક્ષર વચ્ચેના જોડાણને શોધી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે હસ્તાક્ષર વિશ્લેષણને છેલ્લા થોડાક દાયકાથી લોકપ્રિયતા મળી છે અને હવે આ કલાનો ઉપયોગ સ્ટાફની ભરતી, વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને કારકિર્દી માટે મોટા પાયે કરવામાં આવી રહી છે.
તોશનીવાલાએ કહ્યું, 'હસ્તલેખન ખરેખર મનનું લખાણ છે. તે કાગળ પર આપણા મનમાં ચાલી રહેલી ભાવનાઓને અને ચરિત્રને વ્યકત કરે છે. તેથી હસ્તાક્ષર બદલવા માટેના પ્રયત્નો તમારા વ્યક્તિત્વને બદલી શકે છે. તેમણે કહ્યું કે જો હસ્તાક્ષર બદલવા માટે દરરોજ પાંચથી સાત મિનિટની પ્રેકટિસ ત્રણથી ચાર અઠવાડિયા સુધી કરવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે. હસ્તાક્ષર જે તે વ્યકિતની સર્જકતા, કલ્પના,નિર્ણયશકિત,એકાગ્રતા વ્યકત કરે છે.
હસ્તાક્ષર કેટલેક અંશે આપણા સબકોન્શિયસ માઇન્ડ એટલ કે અચેતન મનને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે હસ્તાક્ષરનું વિશ્લેષણ કોર્પોરેટ, પ્લેસમેન્ટ, તપાસ એજન્સી અને લગ્નમાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા, વ્યક્તિ પોતાની જાતને સૌથી વધુ મદદ કરી શકે છે કારણ કે જો તે તેની હસ્તાક્ષર સુધારે તો તેના વ્યક્તિત્વમાં પણ ચોક્કસ સુધારો આવે છે. તોશનીવાલાને હૈદરાબાદની ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસ દ્વારા પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું છે.