બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / sign of low calcium deficiency disease in your body

હેલ્થ / વાંરવાર નસ ચઢી જવાની સમસ્યા થાય છે? શરીરમાં હોઈ શકે છે આ વસ્તુની કમી, તરત જ ઈલાજ જરૂરી

Manisha Jogi

Last Updated: 01:52 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉંમર વધવાની સાથે સાથે ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાં નબળા પડવાનું જોખમ વધી જાય છે. શરીરમાં કેલ્શિયમ ઓછુ હોવાને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે.

  • કેલ્શિયમ ઓછુ થવાથી શરીરમાં થાય છે અનેક પ્રકારની સમસ્યા.
  • જો તમારા શરીરમાં જોવા મળે આ સંકેત, તો તમારામાં છે કેલ્શિયમની ઊણપ.
  • કેલ્શિયમની ઊણપ દૂર કરવા અપનાવો આ ઉપાય.

બાળકોને દૂધ પીવડાવવા માટે અવનવી કોશિશ કરવામાં આવે છે. દૂધનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર થાય છે અને હાડકાં મજબૂત બને છે. શરીરમાં હાડકાં, દાંત અને માંસપેશીઓ માટે કેલ્શિયમ જરૂરી છે. પુરુષોની સરખામણીએ મહિલાઓન કેલ્શિયમની વધુ જરૂર હોય છે. ઉંમર વધવાની સાથે સાથે ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાં નબળા પડવાનું જોખમ વધી જાય છે. શરીરમાં કેલ્શિયમ ઓછુ હોવાને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો શરીરમાં તેના સંકેતો અને લક્ષણો દેખાવા લાગે છે. 

કેલ્શિયમની ઊણપના લક્ષણો

હાથ પગમાં ઝણઝણાટી
કેલ્શિયમની ઊણપ હોય તો હાથ અને પગમાં ઝણઝણાટી થાય છે અને સુન્ન પડી જાય છે. કેલ્શિયમની ઊણપ થાય તો આ સંકેત દેખાવા લાગે છે.

થાક અને નબળાઈ
કંઈ કામ ના કર્યું હોવા છતા પણ તમને થાક અને નબળાઈ લાગે છે, તો તમારી ઊંઘ પૂરી થઈ નથી. અથવા તમને અનિંદ્રાની સમસ્યા છે. આ પ્રકારનું લક્ષણ સંકેત આપે છે કે, તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ છે.

દાંત ખરાબ થવા
કેલ્શિયમ દાંતના ઈનેમલનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. દાંતની બહારની તરફ જે પરત હોય છે, તેના કારણે દાંત ખરાબ થતા નથી. શરીરમાં કેલ્શિયમ ના હોય તો દાંત નબળા પડવા લાગે છે અને ખરાબ થવાની સંભાવના પણ વધી જાય છે. કેલ્શિયમની ઊણપને કારણે દાંતમાં સેન્સિટિવિટી અને દુ:ખાવો થાય છે. 

ઓસ્ટિયોપોરોસિસ
ઓસ્ટિયોપોરોસિસ એક એવી પરિસ્થિતિ છે, જેમાં હાડકાં નબળા પડી જાય છે અને તૂટી જાય છે. જેનાથી શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે. આ કારણોસર ફ્રેક્ચર અને હાડકાંની ઈજા થાય છે. મહિલાઓમાં મેનોપોઝ પછી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ રહે છે. એસ્ટ્રોજનના લેવલના કારણે કેલ્શિયમના અવશોષણમાં મુશ્કેલી ઊભી થઈ શખે છે. 

નખ અને વાળ સરળતાથી તૂટવા
મજબૂત વાળ અને નખ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો વાળ અને નખ સરળતાથી તૂટવા લાગે છે. ઉપરાંત વાળ વધુ શુષ્ક થઈ જાય તે કેલ્શિયમની ઊણપનો નિર્દેશ કરે છે. 

 બાબતોનું રાખો ખાસ ધ્યાન
ભરપૂર માત્રામાં વિટામીનનું સેવન કરો. જેનાથી બ્લડ સરળતાથી કેલ્શિયમ અવશોષિત કરે છે. કેલ્શિયમયુક્ત ખાદ્ય પદાર્થ- દૂધ લીલા શાકભાજી, માછલી, બીન્સ, બ્રોકલી તથા અન્ય વસ્તુઓનું સેવન કરો. દારૂ અને તમાકુનું સેવન ના કરવું, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્યપ્રદ આહાર અપનાવો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Health Care Tips lifestyle news low calcium deficiency sign of low calcium deficiency કેલ્શિયમની ઊણપ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ