બ્રેકિંગ ન્યુઝ
VTV / sidhu moosewala murder encounter between police gangsters amritsar district punjab
Pravin
Last Updated: 05:38 PM, 20 July 2022
ADVERTISEMENT
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ અને પંજાબ પોલીસ વચ્ચે અટારી બોર્ડર પાસે એન્કાઉન્ટર થયું હતું. અટારી બોર્ડર પર પંજાબ પોલીસ સાથે થયેલી અથડામણમાં ચારેય ગેંગસ્ટર માર્યા ગયા છે. પાંચ કલાક સુધી ચાલેલા આ એન્કાઉંટર હવે પુરુ થઈ ચુક્યું છે. ડીજીપી ગૌરવ યાદવે કંફર્મ કર્યું છે કે, માર્યા ગયેલા બે ગેંગસ્ટરનું સિદ્ધુ મૂસેવાલા હત્યાકેસમાં હાથમાં હતો.
#WATCH | Punjab: Encounter underway between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab. Gunshots heard in the background.
— ANI (@ANI) July 20, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/LawDJVbNJs
ADVERTISEMENT
જાણકારી મુજબ પોલીસની કેટલીય ગાડીઓ હાલમાં ભારત-પાક સરહદ તરફથી એન્કાઉંટર ટીમની મદદ કરવા માટે પહોંચી રહી છે. જાણવા મળ્યું છે કે, કોઈ અવાવરુ જગ્યા પર આવેલી જૂની હવેલીમાં બે ગેંગસ્ટર્સ જગરૂપ સિંહ રૂપા અને મન્નૂ કૂસા છૂપાયેલા બેઠા છે. એન્કાઉંટર છેલ્લા બે દિવસથી ચાલી રહ્યા હતા. એટલે કે ગેંગસ્ટર્સની પાસે માત્રામાં હથિયારો હતા. પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે કેટલાય રાઉન્ડ ફાયરિંગ થયા છે, પોલીસના ટોપના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
Amritsar, Punjab | Operation is still ongoing. Nothing yet is clear about the accused persons, whether they are gangsters or militants: SHO Sukhbir Singh pic.twitter.com/i4LAWWVfb6
— ANI (@ANI) July 20, 2022
ગેંગસ્ટર જગરુપ સિંહ ઉર્ફ રૂપા હોવાની સૂચના મળ્યા બાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી અને બાદમાં બંને તરફથી ફાયરિંગ થવા લાગ્યા. જગરુપ સિંહ રૂપા અને મન્નૂ કૂસા બંને શાર્પ શૂટર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉંટરમાં રૂપા માર્યો ગયો છે. તો વળી મનૂ એકે-47થી સતત ફાયરિંગ કરી રહ્યો હતો. આ અથડામણમાં ત્રણ પોલીસ જવાનો પણ જખ્મી થયા છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.