બ્રેકિંગ ન્યુઝ
VTV / sidhu moosewala murder case deepak mundi kapil pandit and rajinder have been arrested
Pravin
Last Updated: 05:29 PM, 10 September 2022
ADVERTISEMENT
પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ દીપક મુંડી, કપિલ પંડિત અને રાજિંદરને દિલ્હી પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી ધકપકડ કરી લીધી છે. આ ત્રણેયને પશ્ચિમ બંગાળ અને નેપાળ બોર્ડર પાસેથી દબોચી લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, મૂસેવાલા હત્યાકાંડમાં દીપક મોસ્ટ વોટેંડ હતો જ્યારે કપિલ અને રાજિંદર હથિયાર સપ્લાઈ કરતા હતા. પોલીસે આગળ જણાવ્યું છે કે, હત્યાના સમયે દીપક બોલેરો કારમાં બેઠો હતો. મૂસેવાલા હત્યાકાંડમાં દીપક મુંડી એકલો વોટેંડ શૂટર હતો. તો વળી ગેંગસ્ટર કપિલ પંડિત પર હત્યા અને ખંડણી સહિતના કેસો નોંધાયેલા છે.
In a major breakthrough, Punjab Police, in a joint operation with central agencies & Delhi Police, arrested Deepak alias Mundi, absconding shooter of Sidhu Moose Wala, with 2 associates - Kapil Pandit & Rajinder: Gaurav Yadav, DGP Punjab Police pic.twitter.com/Cx6ftLmLu7
ADVERTISEMENT
— ANI (@ANI) September 10, 2022
અહીં ઉલ્લેખનિય છે કે, પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલાની 29 મેના રોજ માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હતી. ત્યાર બાદ તેની સાથે જોડાયેલ તપાસ શરુ થઈ હતી. કેટલાય લોકોને આ કેસમાં ધરપકડ કરાયા હતા. તો વળી એસઆઈટીએ મૂસેવાલાની હત્યા મામલામાં આરોપપત્ર દાખલ કરી દીધું છે. તેમાં 36 આરોપીઓમાંથી 24ના નામ છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, સચિન બિશ્નોઈ, ગોલ્ડી બરારના નામ પણ સામેલ છે. મૂસેવાલાએ પંજાબની માનસા સીટથી 2022ની વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે, તે આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે ચૂંટણી હારી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.