બ્રેકિંગ ન્યુઝ
VTV / sidhu moosewala murder case as deepak mundi and kapil pandit arrested from nepal
Last Updated: 05:42 PM, 10 September 2022
ADVERTISEMENT
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં ફરાર થયેલા શૂટર દીપક મુંદીની પોલીસે ધરપકડ કરી છે. દીપક મુંડીની સાથે તેના બે સાથી કપિલ પંડિત અને રાજેન્દ્ર ઉર્ફે જોકરની પણ પશ્ચિમ બંગાળને અડીને આવેલી બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
નેપાળ બોર્ડરથી કરી ધરપકડ
મળતી માહિતી મુજબ આ ત્રણેયની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સના સંયુક્ત ઓપરેશનમાં સિલિગુડી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંડીની નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે અને તેને આવતીકાલે માણસા લાવવામાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
એન્કાઉન્ટરમાં બે શૂટરો માર્યા ગયા
દીપક મુંડીની સાથે તેના બે સાથીઓ કપિલ પંડિત અને રાજેન્દ્ર જોકરની પણ પશ્ચિમ બંગાળના પોટરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ હત્યામાં સંડોવાયેલા ત્રણ શાર્પશૂટર પ્રિયવ્રત ફૌજી, અંકિત સેરસા અને કશિશ ઉર્ફે કુલદીપની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ એન્કાઉન્ટરમાં બે શૂટરો માર્યા ગયા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, આ હત્યાકાંડના એક શંકાસ્પદને અઝરબૈજાનમાં અને બીજા એકની કેન્યામાં અટકાયત કરવામાં આવી હતી.
1850 પાનાની ચાર્જશીટ દાખલ
સિદ્ધુ મુસેવાલાની 29 મે 2022ના રોજ પંજાબના માણસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 25 ઓગસ્ટે પોલીસે મુસેવાલા હત્યા કેસમાં 1850 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કુલ ૩૬ આરોપીઓમાંથી ૨૪ આરોપીઓના નામ છે.
36 આરોપીની ઓળખ થઇ
25 ઓગસ્ટે પોલીસે મુસેવાલા હત્યા કેસમાં 1850 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કુલ 36 આરોપીઓમાંથી 24 આરોપીઓના નામ સામે આવ્યા છે. ચાર્જશીટ અનુસાર, મુસેવાલાની હત્યામાં કેનેડા સ્થિત કુખ્યાત અપરાધી ગોલ્ડી બ્રાર મુખ્ય કાવતરાખોર હતો અને તેણે આ ઘટનાને અંજામ આપવા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને જગ્ગુ ભગવાનપુરિયા અને કેટલાક અન્ય લોકોની મદદ લીધી હતી.
લોરેન્સ બિશ્નોઇએ બધી વ્યવસ્થા કરી હતી
ચાર્જશીટ અનુસાર, આરોપી લોરેન્સ બિશ્નોઇ, જગ્ગુ ભગવાનપુરિયા, સચિન ભિવાની, અનમોલ બિશ્નોઇ, સચિન થાપન, મોનુ ડાગર, પવન બિશ્નોઇ અને શૂટરો સાથે મળીને મૂસેવાલાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે રહેવા માટે હથિયારો, પૈસા, કાર, ફોન, સિમકાર્ડ અને અન્ય આરોપીઓની વ્યવસ્થા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT