બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / sidhu moose wala murder case delhi court allows punjab police to arrest gangster lawrence bishnoi

BIG NEWS / સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ: કોર્ટે પંજાબ પોલીસને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવાની આપી મંજૂરી

Pravin

Last Updated: 06:32 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં મોટા સમાચાર આવી રહ્યા છે. દિલ્હીની કોર્ટે પંજાબ પોલીસને આ મામલે ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈની ઔપચારિક રીતે ધરપકડ કરવાની પરવાનગી આપી દીધી છે.

  • સિદ્ધુ મુસેવાલા હત્યા કાંડમાં મોટા સમાચાર
  • કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરવા મંજૂરી આપી દીધી
  • ખ્યાતનામ સિંગરની કરી હતી હત્યા

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં મોટા સમાચાર આવી રહ્યા છે. દિલ્હીની કોર્ટે પંજાબ પોલીસને આ મામલે ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈની ઔપચારિક રીતે ધરપકડ કરવાની પરવાનગી આપી દીધી છે. 

આ અગાઉ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. પંજાબ પોલીસ પણ કોર્ટમાં હાજર હતી. કોર્ટમાં પંજાબના એડવોકેટ જનરલે લોરેન્સ બિશ્નોઈની ટ્રાંજિટ રિમાંડ માટે અરજી દાખલ કરી હતી. તેની સાથે જ દિલ્હી પોલીસે પણ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માગી હતી.

કોર્ટમાં પોલીસે કહી આ વાત

દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે, જે મામલામાં અમે પૂછપરછ કરી રહ્યા છીએ, તે મામલામાં અમને ખાસ કંઈ ખબર નથી, એટલા માટે અમને કસ્ટડી જોઈએ. પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલા હત્યાનો ઉલ્લેખ કર્યો છે. પંજાબ પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે મર્ડરની જવાબદારી લીધી છે, લોરેન્સ બિશ્નોઈ તેના સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે અમે લોરેન્સની ટ્રાંજિટ રિમાંડ આપી છે. 

ક્યારે થઈ હતી હત્યા

આપને જણાવી દઈએ કે, પંજાબી સિંગર તથા કોંગ્રેસ નેતા શુભદીપ સિંહ ઉર્ફ મૂસેવાલાની હત્યા ગુંડા તત્વોએ મનસા જિલ્લાના તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન મૂસેવાલા પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. હાલમાં આ કેસમાં દિલ્હી સહિત પંજાબની પોલીસ ઝડપથી ધરપકડ કરી રહી છે. તેની ધરપકડથી એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કેસના નિવારણમાં પોલીસને પણ મોટી મદદ મળી રહી છે. આ બાજૂ કેસમાં ડેવલપની વાત કરીએ તો, મંગળવારે 14 જૂને આ ચર્ચિત કેસમાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. મોહાલી પોલીસે એક સંયુક્ત અભિયાન ચલાવીને બે મોટી ધરપકડ કરી છે. ધરપકડ બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ ગ્રુપના બે એક્ટિવ સભ્યો હોવાનું કહેવાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gangster Lawrence Bishnoi Punjab Police sidhu moose wala sidhu moose wala murder case Punjab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ