લસણ આમ તો સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે પરંતુ કેટલાક લોકો જો તેનું સેવન કરે તો તેમના માટે એ ઝેર સમાન નુકસાનકારક છે.
લસણ ખાતા પહેલાં આટલું ધ્યાન રાખજો
હેલ્ધી લસણ ખાવાના નુકસાન પણ છે
આવા લોકોએ લસણથી દૂર રહેવું
લસણ એ ભારતીય રસોઈમાં સૌથી મહત્વપૂર્ણ સામગ્રીમાંથી એક છે. હજારો વર્ષોથી લોકો તેનું સેવન કરી રહ્યાં છે. વિદેશોમાં પણ લસણનો વપરાશ વધારે છે. આ માત્ર ભોજનમાં જ નહીં પરંતુ દવાઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અત્યારે કોરોનાકાળમાં ઈમ્યૂનિટી વધારવામાં પણ તેનો ખૂબ જ ઉપયોગ કરાય છે. જોકે, લસણના કેટલાક નુકસાન પણ છે જેના વિશે આજે તમને જણાવીશું.
હાર્ટ બર્ન, ઉબકા અને ઉલ્ટીની સમસ્યા
એક રિપોર્ટ પ્રમાણે ઘણાં લોકોને લસણ ખાવાથી હાર્ટ બર્ન, ઉબકા અને ઉલ્ટીની સમસ્યા થાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર લસણમાં કેટલાક એવા તત્વો હોય છે જેના કારણે એસિડિટી પણ થાય છે.
વધુ પ્રમાણમાં બ્લીડિંગ થવાનો ખતરો
લસણ નેચરલી લોહી પાતળુ રાખવાનું કામ કરે છે. જેથી લોહીને પાતળુ કરનારી દવાઓ લેતા લોકોએ તેનું સેવન ન કરવું. કારણ કે એવા લોકો માટે લસણ ખતરનાક છે અને તેનાથી બ્લીડિંગ થવાનો ખતરો વધી શકે છે. જો તમે કોઈ ઓપરેશન કે સર્જરી કરાવવાના હોય તો લસણ ખાવાનું અવોઈડ કરવું, કારણ કે તેનાથી સર્જરી દરમ્યાન વધુ બ્લીડિંગ થવાનો ખતરો રહે છે.
બ્લડપ્રેશર
જે લોકોને લો બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમણે લસણ ખાવાનું અવોઈડ કરવું જોઈએ કારણ કે લસણ ખાવાથી બીપી લો થાય છે.
લિવર ડેમેજ
એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર લસણ ઘણી સમસ્યાઓમાં લાભકારી છે. પણ લિવર સંબંધી કોઈપણ સમસ્યા હોય તો લસણ ખાવાનું અવોઈડ કરવું. નહીં તો લિવર ડેમેજ થવાનો ખતરો વધી શકે છે.
પેટમાં અલ્સર, ગેસ
જો તમને પેટ સંબંધી સમસ્યાઓ હોય તો લસણ ન ખાવું. આ સિવાય પેટમાં અલ્સર, ગેસ અથવા ડાયેરિયાની સમસ્યા હોય ત્યારે પણ લસણ ખાવાનું અવોઈડ કરવું જોઈએ.
એનિમિયાની સમસ્યા
જો તમને એનિમિયાની સમસ્યા હોય તો ભૂલથી પણ લસણ ન ખાવું. વધુ માત્રામાં લસણ ખાવાથી હીમોલાઈટિક એનિમિયાની કમી આવે છે. જે ખતરનાક હોઈ શકે છે.
ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા અથવા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતાઓએ પણ લસણનું વધુ પ્રમાણમાં સેવન કરવું નહીં. તેનાથી માતા અને બાળકને પેટ સંબંધી સમસ્યા કે બળતરાની તકલીફ થઈ શકે છે.લસણની તાસીર ગરમ હોય છે. જેથી પ્રેગ્નેન્સી દરમ્યાન કાચાં લસણ કે વધુ પડતાં લસણનો ઉપયોગ ન કરવો. તેનાથી મિસકેરેજ થવાનો ખતરો રહે છે.
વજાઈનલ ઈન્ફેક્શન
જે મહિલાઓને વજાઈનલ ઈન્ફેક્શનની સમસ્યા છે, તેમણે પણ વધુ માત્રામાં લસણ ખાવાથી બચવું જોઈએ. તેના કારણે વજાઈનાના ટિશ્યૂને નુકસાન થઈ શકે છે અને સંક્રમણ વધી શકે છે.