બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Siddharth Kiara will shift to a new house after marriage knowing the price of the house will blow your mind

મનોરંજન / લગ્ન બાદ નવા ઘરમાં શિફ્ટ થશે સિદ્ધાર્થ-કિયારા, બંગલાની કિંમત જાણી ઉડી જશે હોંશ

Arohi

Last Updated: 07:15 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન્સ 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચુક્યા છે. ખબર સામે આવી રહી છે કે કપલ લગ્ન બાદ 70 કરોડના બંગલામાં શિફ્ટ થશે.

  • આજે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન 
  • લગ્ન બાદ 70 કરોડના બંગલામાં શિફ્ટ થશે સિદ્ધાર્થ-કિયારા 
  • આ બંગલામાં થશે કિયારા અડવાણીનો ગૃહ પ્રવેશ 

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે 7 ફેબ્રુઆરી 2023એ લગ્ન કરવાના છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચુક્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની હલ્દી સેરેમની 6 જાન્યુઆરીએ બપોરે પુરી થઈ ગઈ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

હલ્દી સેરેમનીમાં પરિવારના લોકો સહિત નજીકના મિત્રો શામેલ થયા હતા. સાથે જ ગઈકાલ સાંજે બંન્નેના સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સિડ-કિયારાની સંગીત સેરેમની માટે સૂર્ય ગઢ પેલેસને લાલ લાઈટોથી સજાવવામાં આવ્યો છે. આ સંગીતમાં કિયારાના ભાઈ, કરણ જોહર અને શાહિદ કપૂરે પણ પરફોર્મ કર્યું છે. સિડ અને કિયારાએ પણ તેમના સંગીત પર ખૂબ ઠુમકા લગાવ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

સિડ-કિયારા આજે લેશે સાત ફેરા 
સિદ્ધાર્થ અને કિયારા લગભગ ડોઠ વર્ષના રિલેશનમાં રહ્યા બાદ હવે એક બીજાની સાથે લગ્ન કરવાના છે. બંન્ને આજે 7 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના ફોટો જોવા માટે ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

આ વચ્ચે ખબર સામે આવી છે કે લગ્ન બાદ સિદ્ધાર્થ અને કિયારા એક સાથે 70 કરોડની કિંમત વાળા બંગલામાં શિફ્ટ થવાના છે. સિદ્ધાર્થ- કિયારાનો આ બંગલો સી-ફેસિંગ થવાનો છે જે મુંબઈના જુહૂમાં છે. ઘણા રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ કિયારાનું સ્વાગત આ ઘરમાં થઈ શકે છે. 

લગ્નમાં શામેલ થયા બોલિવુડ સ્ટાર્સ 
સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, મીરા રાજપૂત અને જુહી ચાવલા જેવા બોલિવુડ સ્ટાર્સ શામેલ થયા છે. ઘણા રિપોર્ટ્સ અનુસાર કરણ જોહરે કિયારા-સિદ્ધાર્થની સગાઈમાં ખૂબ ડાન્સ કર્યો છે. 

શેરશાહ સ્ટાર સિદ્ધાર્થ અને કિયારા આજે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. કિયારા અને સિદ્ધાર્થને જોવા માટે ફેંસ ખૂબ જ ઉત્સુક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kiara Advani Siddharth Kiara wedding siddharth malhotra કિયારા અડવાણી કિયારા-સિદ્ધાર્થ વેડિંગ સિદ્ધાર્થ મલ્હોત્રા Siddharth Kiara marriage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ