બ્રેકિંગ ન્યુઝ
VTV / siddaramaiah or shivakumar for cm post karnatak one or more dcm congress facees a big question after
Mahadev Dave
Last Updated: 10:40 PM, 15 May 2023
ADVERTISEMENT
કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત હાંસલ કરી લીધા બાદ હવે મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ કોંગ્રેસનું કોકડું ગુંચવાયું છે. આ મડાગાંઠ ઉકેલવી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહી છે અને જનતાએ જેમને સ્પષ્ટ જેના દેશ આપ્યોI છે તેવા કોંગ્રેસમાં હવે મુખ્યમંત્રી પદને લઇ બે ચહેરાઓ વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના સીએમની ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે તાણખેંચને લઈને કોંગ્રેસનું હાઇકમાન્ડ મુંજાયું છે. રાજસ્થાનવાળી થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે કારણ કે ખડગેના આવાસ પર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. એક બાજુ સિદ્ધારમૈયા વરિષ્ઠ નેતા છે તો ડીકે શિવકુમાર પોતાના કાર્યક્ષેત્રના સફળ સાબિત થઈ રહ્યા છે.
#WATCH |Delhi:..."Let's wait and see...I don't know...": Former Karnataka CM & Congress leader Siddaramaiah on being asked about how will the new Karnataka govt look like and when will the CM announcement happen pic.twitter.com/ET24o4PuIx
— ANI (@ANI) May 15, 2023
ADVERTISEMENT
18 મીના રોજ યોજાઇ શકે છે શપથ ગ્રહણ સમારોહ
બેંગ્લોર ખાતે આયોજિત કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે જ રાજ્યના નવા સીએમ તરીકેનો ચહેરો નક્કી કરશે. જેને લઇને ધારાસભ્યની બેઠકમાં એક લીટીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષ ખડગે સીએમ તરીકેના નામ ફાઇનલ કરતા પહેલા હાઈકમાન્ડ પાસેથી અભિપ્રાય જાણશે. બીજી બાજુ બેઠકમા સિદ્ધારમૈયા, શિવકુમાર અને રણદીપ સિંહ સુરજેવાલા તથા કેસી વેણુગોપાલ અલગ હરોળમાં મંત્રણાં કરતા દેખાયા હતા. સુત્ર પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ યોજાઇ શકે છે.
#WATCH | I'll try to go to Delhi tomorrow...The party high command will take a call. We all are one and we will work together: Karnataka Congress President DK Shivakumar in Bengaluru as party president holds meeting in Delhi to decide the next Karnataka CM pic.twitter.com/yP3tRI4pwu
— ANI (@ANI) May 15, 2023
બનેએ દર્શાવી પોતાની લાયકાત
સિદ્ધારમૈયાએ સીએમ બનવા માટે તેમની લાયકાતો જણાવી હતી. તેઓએ વિપક્ષના નેતા તરીકે તેમણે ભાજપ સરકાર સામે અથાક લડત આપી હતી, જેનું હવે ફળ મળ્યું છે. તેમની પાસે સીએમ તરીકે બીજી ટર્મ માટે બહોળો અનુભવ અને લોકપ્રિયતા છે એટલું જ નહીં, તેઓ વરિષ્ઠ પણ છે. તો બીજી બાજુ, શિવકુમારે કહ્યું કે પ્રમુખ તરીકે, તેમણે રાજ્યમાં કોંગ્રેસનું પાયાનું પુનઃનિર્માણ કર્યું છે જ્યારે 2018માં સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસનો પરાજય થયો હતો. તેમણે એવી દલીલ પણ કરી છે કે આઠ વખત ધારાસભ્ય હોવાના કારણે તેમની પાસે સીએમ બનવા માટેની તમામ યોગ્યતાઓ છે. વધુમાં હાઈકમાન્ડે પણ નેતાઓ પાસેથી અભિપ્રાય માંગવાનું શરૂ કર્યું છ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.