બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / si babu ram ashok chakra

જરા યાદ કરો કુરબાની / 14 એન્કાઉન્ટરમાં 28 આતંકીઓને કર્યા ઠાર, મરણોપરાંત અપાયો અશોક ચક્ર: ASI બાબૂ રામની વીરતાની કહાની

Pravin

Last Updated: 03:02 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના આ જાંબાજ સિપાઈએ 14 એન્કાઉંટરમાં જોડાયા હતા, જેમાં 28 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતાં.

  • જમ્મુ કાશ્મીરના જાંબાજ સિપાઈ બાબૂ રામને અશોક ચક્રથી સન્માનિત કરાયા
  • 14 એન્કાઉંટરમાં 28 આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો
  • ઓપરેશન દરમિયાન ગોળી વાગી હતી

ગણતંત્ર દિવસના અવસરે જમ્મુ કાશ્મીર પોલીસના એએસઆઈ બાબૂ રામને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આ બહાદુર સિપાઈ આતંકવાદીઓ વિરુદ્ધ એક ઓપરેશનમાં 29 ઓગસ્ટ 2020ના રોજ શહીદ થઈ ગયા હતા. એએસઆઈ બાબૂ રામ 14 એનકાઉંટરના ભાગીદાર રહ્યા છે. જેમાં 28 આતંકીઓ માર્યા ગયા હતાં.

બાબૂ રામનો જન્મ 15 મે 1972માં જમ્મુના પૂંછ જિલ્લાના ધારના ગામમાં થયો હતો. બાબૂ રામ નાનપણથી જ દેશસેવાની ઈચ્છા ધરાવતા હતાં.

અભ્યાસ પુરો કર્યા બાદ બાબૂ રામ 1999માં જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત થયા હતા. જૂલાઈ 2002માં તેમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં શામેલ કરવામાં આવ્યા હતા. એસઓજીમાં રહેતા તેમને આતંકીઓ વિરુદ્ધ કેટલાય ઓપરેશનમાં ભાગ લીધો હતો. બાબૂ રામ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સૌથી આગળ હતા. તેમની વિરતા અને બહાદુરીના કારણે તેમને તે સમય પહેલા પ્રમોશન પણ મળતું રહ્યું.

29 ઓગસ્ટ 2020ની સાંજે સ્કૂટ પર સવાર ત્રણ આતંકીઓએ પોલીસ અને સીઆરપીએફની પાર્ટી પર હુમલો કરી દીધો હતો. ગોળીબાર કરતા આતંકીઓ નજીકના એક ઘરમાં છુપાઈ ગયાં. એએસઆઈ બાબૂ રામે એ આતંકીઓનો પીછો કર્યો અને તેમને ઘેરી લીધાં.

સૌથી પહેલા એએસઆઈ બાબૂ રામે એક્સન પ્લાન તૈયાર કર્યો. તેમણે આતંકીઓ સાથેની અથડામણની વચ્ચે જ ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું ઓપરેશન શરૂ કર્યું

આ તમામની વચ્ચે સુરક્ષાદળોની અન્ય યુનિટ પણ આવી પહોંચી. આતંકીઓને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું, પણ તે માન્ય નહીં અને સતત ગોળીબાર કરતા રહ્યા. ત્યારે અચાનક જાણવા મળ્યું કે, ઘરમાં આતંકીઓની સાથે અન્ય કેટલાય લોકો પણ ફસાયેલા છે.

એએસઆઈ બાબૂ રામ આગળ વધ્યા અને ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ આતંકીઓની ગોળીનો શિકાર થઈ ગયા. જો કે, તેમણે હાર માની નહીં અને લશ્કર કમાંડર સાકિબ બશીરને મારી નાખ્યો. ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલ એએસઆઈ બાબૂ રામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ તેમનો જીવ બચાવી શક્યા નહીં.

આ અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. લશ્કર કમાંડર સાકિબ બશીર ઉપરાંત તેમના બંને સાથે ઉમર તારિક અને જુબેર અહમદ શેખ પણ ઠાર થયાં હતા. જો તે દિવસે એએસઆઈ બાબૂ રામે ઝડપથી કાર્યવાહી ન કરી હોત, તો આતંકીઓ એક મોટી હુમલો કરવામાં સફળ થઈ જાત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ