બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shweta Basu Prasad was arrested on charges of postulation

Bollywood / બોલિવુડ એક્ટ્રેસ પર લાગ્યો વૈશ્યાવૃતિનો આરોપ, હોટલમાં પુરુષો સાથે ઝડપાઈ, લગ્ન પણ તૂટ્યા હતા

Dinesh

Last Updated: 10:24 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્વેતાએ ટેલીવિઝનથી શરુઆત કરી હતી, પરંતુ ઓછા સમયમાં બોલીવૂડમાં આવી ગઈ હતી. 2002માં તેની ફિલ્મની શરુઆત 'મકડી'થી થઈ હતી. જેના માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

  • પોસ્ટિટ્યૂશનના આરોપમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
  • બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો
  • શ્વેતાએ કરિયરની શરુઆત ખૂબ જ નાની ઉંમરમાં કરી હતી

નવી દિલ્હી: એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદ (Shweta Basu Prasad)નો જન્મ ઝારખંડના જમશેદપુરમાં થયો હતો, પરંતુ બાદમાં તેનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. શ્વેતાએ કરિયરની શરુઆત ખૂબ જ નાની ઉંમરમાં કરી હતી. શ્વેતાએ ટેલીવિઝનથી શરુઆત કરી હતી, પરંતુ ઓછા સમયમાં બોલીવૂડમાં આવી ગઈ હતી. 2002માં તેની ફિલ્મની શરુઆત 'મકડી'થી થઈ હતી. જેના માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

સિલ્વર સ્ક્રીન પર તેની સફળતા બાદ તેણે ટીવી શો 'કહાની ઘર ઘર કી' અને 'કરિશ્મા કા કરિશ્મા' માટે ખૂબ જ સરાહના મેળવી હતી. 2005માં તેની પ્રતિભાને ફરી નિર્દેશક નાગેશ કુકુનૂરે ઓળખી અને તેને ફિલ્મ ઈકબાલ ઓફર કરી અને તે ફિલ્મમાં ખદીઝાની ભૂમિકા સાથે મોટા પડદા પર છવાઈ ગઈ. તેને 'ઈકબાલ' માટે 5માં કરાચી અંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ સહાયક એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. 

મીડિયા રિપોર્ટ અનુસાર, બધુ યોગ્ય ચાલી રહ્યું હતું કે અચાનક સપ્ટેમ્બર 2014માં પોલીસના દરોડા બાદ શ્વેતા હૈદરાબાદની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને પોસ્ટિટ્યૂશનના આરોપમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને રેસ્ક્યૂ હોમ મોકલી દેવામાં આવી હતી, જ્યાં તેને બે મહિના સુધી તેને રાખવામાં આવી હતી. 

એ વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદના મેટ્રોપોલિટન સેશન કોર્ટે તેની સામેના તમામ આરોપોને પરત લીધા હતા. પોતાની છોડી દિધા બાદ, તેણે જણાવ્યું કે ધરપકડ સમયે કે સંતોષમ ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લઈ રહી હતી અને આયોજકો દ્વારા જે હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં  તે રહેતી હતી. 

શ્વેતાએ પ્રમુખ અભિનેત્રી નંદનીના રુપમાં બાલાજી ટેલીફિલ્મ્સ ટેલીવિઝન સિરીઝ 'ચંદ્ર નંદની' સાથે શાનદાર વાપસી કરી હતી અને તેની તેની આગામી હિંદી ફિલ્મ ધર્મા પ્રોડક્શન દ્વારe બદ્રીનાથ કી દુલ્હનિયા હતી.

બાદમાં શ્વેતા પોતાના લગ્નને લઈ ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ નિર્માતા રોહિત મિત્તલ અને શ્વેતા બસુ પ્રસાદ વર્ષ 2017માં સગાઈ કરી પોતાના સંબંધોને નવુ નામ આપ્યું હતું. 2018માં લગ્ન કર્યા અને 2019માં બને અલગ થઈ ગયા હતા. 

તેમનો સંબંધ આશરે 8 મહિના સુધી જ ચાલ્યો હતો. શ્વેતાએ પોતાના સંબંધોમાં ખટાશને લઈ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી જાણકારી આપી હતી. તેણે ડિસેમ્બર 2019માં રોહિતથી અલગ થવાની વાત જાહેર કરી હતી અને સાથે એ પણ લખ્યું કે તેઓ ડિવોર્સ લીધા બાદ રોહિતની સારી મિત્ર બનીને રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Shweta Basu Prasad Shweta Basu Prasad arrest એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદ Shweta Basu Prasad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ