બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 13 December 2024
દર મહિને સુદ અને વદની તેરસ પર આ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે ભાગકાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી શિવજી બધી મનોકામનાઓ પૂરી કરે છે. ધાર્મિક માન્યતા છે કે શુક્ર પ્રદોષ વ્રત કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સાથે જ જીવનમાં ધન અને વૈભવની કમી રહેતી નથી. પ્રદોષ વ્રત સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં શિવજી પૂજા કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. સાંજના સમયે શિવજીની પૂજા કરવાથી સાધકને વ્રતનું પૂરું ફળ મળે છે. પરંતુ આ વ્રત તેની કથાના પાઠ વગર અધૂરું છે ત્યારે ચાલો જાણીએ તેની કથા. આ કથાનો સાંજના સમયે પાઠ જરૂર કરવો.
ADVERTISEMENT
શુક્ર પ્રદોષ વ્રતની વાર્તા
ADVERTISEMENT
આ વાત જૂના સમયની છે, જ્યારે એક શહેરમાં ત્રણ મિત્રો રહેતા હતા, જેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તેમાંથી એક રાજાનો પુત્ર હતો, બીજો બ્રાહ્મણનો પુત્ર હતો અને ત્રીજો શેઠનો પુત્ર હતો. રાજા અને બ્રાહ્મણના દીકરાઓના તો લગ્ન થઈ ગયા હતા પણ શેઠના દીકરાની પત્ની હજુ સાસરે આવી ન હતી. એક દિવસ ત્રણેય મિત્રો મહિલાઓની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. બ્રાહ્મણ પુત્રે સ્ત્રીઓના વખાણ કર્યા અને કહ્યું, "સ્ત્રીઓ વિનાનું ઘર ભૂતનો અડ્ડો છે." શેઠના પુત્રને આ વાર્તા સાંભળતા જ તેણે તેની પત્નીને ઘરે લાવવાનું નક્કી કર્યું. પછી શેઠ પુત્ર તેના ઘરે ગયો અને તેના માતાપિતાને તેના નિર્ણય વિશે જાણ કરી.માતાપિતાએ તેમના પુત્રને કહ્યું કે શુક્ર તેની કુંડળીમાં નીચા સ્થાને છે. આ દરમિયાન પુત્રવધૂઓને તેમના ઘરેથી વિદાય કરવી શુભ નથી, તેથી શુક્રની સારી શરૂઆત પછી જ તરી પત્નીને તેના ઘરેથી લાવીશું. પરંતુ શેઠ પુત્ર તેની જીદ પરથી હટ્યો નહીં અને તેના સાસરે પહોંચ્યો અને તેની ઇચ્છા સાસુ અને સસરાને કહી. સાસુ અને સસરાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો અને અંતે તેમણે તેમની પુત્રીને તેની સાથે વિદાય કરવી પડી. બંને પતિ-પત્ની સાસરેથી નીકળ્યા એવા જ બળદ ગાડીનું એક પૈડું તૂટી ગયું અને બળદનો એક પગ પણ તૂટી ગયો . પત્ની પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ છતાં શેઠ-પુત્રએ આગળ વધવાનો પ્રયાસ કર્યો અને આગળ રસ્તામાં ડાકુઓએ ઘેરી લીધા અને બધો સામાન લૂંટી લીધો. શેઠનો પુત્ર પત્ની સાથે રડતો રડતો ઘરે પહોંચ્યો અને તે ઘરે પહોંચતા જ તેને સાપે ડંખ માર્યો. તેના પિતાએ ડોક્ટરને બોલાવ્યા અને તેને જોયા બાદ ડોક્ટર એ કહ્યું કે તમારો પુત્ર ત્રણ દિવસમાં મરી જશે. બ્રાહ્મણ પુત્રને આ વાતની જાણ થતાં તે શેઠ પુત્રને મળવા ગયો. તેણે શેઠને તેમની પુત્રવધૂને ઘરે પાછા મોકલવાનું કહ્યું.બ્રાહ્મણ પુત્રે કહ્યું કે તમારો પુત્ર શુક્રસ્તના દિવસે પત્નીને લઈને આવ્યો છે , તેથી જ આ બધા વિઘ્નો આવ્યા છે. આથી જો તે ત્યાં પાછો પહોંચશે, તો તે બચી જશે. બ્રાહ્મણના પુત્રની વાત સાંભળીને શેઠે તેની વહુ અને પુત્રને પાછા મોકલી દીધા. ત્યાં પહોંચતાની સાથે જ શેઠના પુત્રની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને તેઓ ધીરે ધીરે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો.
વધુ વાંચો: અરવલ્લીમાં 600 વર્ષ જૂનું મહાકાળી માનું દિવ્ય મંદિર, રાજવીને થયો હતો માતાજીનો સાક્ષાત્કાર
પ્રદોષ વ્રતની બીજી વાર્તા
દંતકથા અનુસાર, એક શહેરમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી, તેનો પતિ મૃત્યુ પામ્યો હોવાથી તેની પાસે કોઈ આધાર નહોતો. તે સવારે ઉઠીને તેના પુત્ર સાથે ભીખ માંગવા જતી, તે ભીખ માંગીને પોતાનું અને તેના પુત્રનું ભરણપોષણ કરતી હતી. એક દિવસ ઘરે પરત ફરતી વખતે બ્રાહ્મણ સ્ત્રીએ ઘાયલ છોકરાને રડતો જોયો.બ્રાહ્મણ સ્ત્રીને તેના પર દયા આવી અને તે તેને પોતાની સાથે ઘરે લઈ આવી, આ છોકરો વિદર્ભનો રાજકુમાર હતો. દુશ્મન સૈનિકોએ તેના રાજ્ય પર હુમલો કરીને તેના પિતાને જેલમાં ધકેલી દીધા અને સમગ્ર રાજ્ય પર કબજો કરી લીધો હતો આથી તે જ્યાં ત્યાં ભટકતો ફરતો હતો. તે રાજકુમાર તે દિવસથી બ્રાહ્મણ સ્ત્રીના ઘરે રહેવા લાગ્યો.એક દિવસ અંશુમતી નામની એક ગાંધર્વ કન્યાએ રાજકુમારને જોયો અને તેના પર મોહિત થઈ ગઈ. બીજા દિવસે અંશુમતી તેના માતા-પિતાને લઈને રાજકુમારને મળવા આવી, તેના માતા-પિતાને પણ રાજકુમાર ગમી ગયો. થોડા દિવસો પછી ભગવાન શંકરે અંશુમતીના માતા-પિતાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે રાજકુમાર અને અંશુમતિના લગ્ન થઈ જવા જોઈએ અને આવું થયું. બ્રાહ્મણ સ્ત્રીપ્રદોષ વ્રત રાખવાની સાથે ભગવાન શંકરની પૂજા કરતી હતી.રાજકુમારે પ્રદોષ વ્રતના પ્રભાવથી અને ગંધર્વરાજની સેનાની મદદથી દુશ્મનોને વિદર્ભમાંથી ભગાડી દીધા અને ફરી પોતાના પિતા સાથે સુખી જીવન જીવવા લાગ્યા. રાજકુમારે તે બ્રાહ્મણ સ્ત્રીને તેને ત્યાં પ્રધાનમંત્રી બનાવી. એક ધાર્મિક માન્યતા છે કે જે રીતે પ્રદોષ વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી તે બ્રાહ્મણ સ્ત્રીના દિવસો બદલાયા , તેવી જ રીતે ભગવાન શંકરનું આ દિવસે વ્રત કરવાથી તે તેમના અનુયાયીઓનાં દિવસો બદલી નાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT