બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે એક ઉપાય કરવાથી ઘરમાં ભરાશે ધનના ભંડાર, સુખ ચેનથી જીવી શકશો

photo-story

5 ફોટો ગેલેરી

શુક્ર પ્રદોષ વ્રત 2024 / આજે એક ઉપાય કરવાથી ઘરમાં ભરાશે ધનના ભંડાર, સુખ ચેનથી જીવી શકશો

Last Updated: 10:59 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે તેરસના દિવસે પ્રદોષ કાળમાં કરવી જોઈએ મહાદેવ અને શુક્રની ઉપાસના. આ દિવસે શિવજી અને શુક્રની ઉપાસના કરવાથી સૌભાગ્ય અને સંપન્નતાનું વરદાન મળે છે. આ દિવસે ઉપાસના કરવાથી લાંબા આયુષ્યનું પણ વરદાન મળે છે.

1/5

photoStories-logo

1. શુક્ર પ્રદોષ વ્રત

આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેરસ તિથી જો શુક્રવારે આવે તો તેને શુક્ર પ્રદોષ કહેવાય છે. આ દિવસે પ્રદોષ કાળમાં મહાદેવ અને શુક્રની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે ઉપાસના કરવાથી લગ્નજીવનમાં બાધા આવી રહી હોય તો ખાસ પ્રયોગથી અડચણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શુક્ર પ્રદોષની પૂજા વિધિ

આજના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરીને હળવું ગુલાબી કે સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. દિવસ દરમિયાન શિવજીના મંત્ર 'ॐ नमः शिवाय' ના મંત્રનો જાપ કરો. બને તો ફળાહાર કરો. સાંજે શિવજીની પૂજા કરો. ભગવાન શિવને દૂધ, દહી, ઘી, મધ, સાકરનું પંચામૃત બનાવીને સ્નાન કરવો, ત્યારબાદ શુદ્ધ પાણીથી સ્નાન કરાવીને અક્ષત, ધૂપ, દીપથી પૂજન કરો. આખા ચોખાની ખીર અને ફળ ભગવાન શિવને અર્પણ કરો. અને આસન પર બેસીને 'ॐ नमः शिवाय' મંત્ર અથવા પંચાક્ષરી સ્તોત્રનો 5 વાર પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લગ્નજીવન રહેશે સારું

શુક્ર પ્રદોષના દિવસે લાલ ગુલાબના 27 ફૂલો લાલ દોરામાં પરોવો અને પતિ પત્ની સાથે મળીને ભગવાન શિવને આ હાર અર્પણ કરો. આમ કરવાથી દામ્પત્ય જીવન મધુરતા બની રહેશે. જે પુરુષોને લગ્નમાં અડચણ આવી રહી હોય તે પણ આ પ્રયોગ કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગુલાબનું અત્તર અર્પણ કરો

આ દિવસે સાંજે ભગવાન શિવને કાચા દૂધથી સ્નાન કરાવો. ગુલાબનું અત્તર અર્પણ કરો, આ ઉપાયથી વિવાહ સંબંધી મુશ્કેલી દૂર થશે અને શુક્ર સંબંધિત કોઈ રોગ હશે તે પણ દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઘરમાં ભરેલો રહેશે અન્નનો ભંડાર

આજના દિવસે સાંજે શિવજીને સફેદ ચંદનનો લેપ કરો. શિવજીની સામે બેસીને 'ॐ नमः शिवाय' મંત્રનો જાપ કરો. આમ કરવાથી ઘરમાં ધન અને અન્નનો ભંડાર ભરેલો રહેશે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pradosh Vrat Religion Dharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ