બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શુક્રના તુલા રાશિમાં પ્રવેશથી સર્જાશે માલવ્ય રાજયોગ, ધન સહિત ત્રણ રાશિના 'અચ્છે દિન' શરૂ
Last Updated: 09:15 AM, 19 September 2024
જ્યોતિષમાં શુક્ર ગ્રહ લક્ઝરી, વૈભવ, ઐશ્વર્ય, ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ધન અને સુંદરતાના કારક માનવામાં આવે છે. માટે શુક્રની ચાલમાં ફેરફાર થવું આ સેક્ટરો પર થાસ પ્રભાવ કરે છે. તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહે 18 સપ્ટેમ્બરે જ પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કર્યું છે.
ADVERTISEMENT
તુલા રાશિમાં શુક્રએ લગભગ 1 વર્ષ બાદ ગોચર કર્યું છે. ત્યાં જ શુક્ર ગ્રહના ગોચરથી માલવ્ય રાજયોગનું નિર્માણ થયું છે. જેનાથી અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. સાથે જ આ લોકોને કરિયર અને વેપારમાં પ્રગતિ મળી શકે છે. આવો જાણીએ લકી રાશિઓ કઈ કઈ છે.
ADVERTISEMENT
વૃષભ
તમારા લોકો માટે માલવ્ય રાજયોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. શુક્ર ગ્રહ તમારી રાશિથી સપ્તમ ભાવ પર સંચરણ કરી રહ્યો છે. માટે કોર્ટ કેસમાં સફળતા મળશે. ધીરે ધીરે આર્થિક લાભ થઈ શકે છે. જીવસાથી સાથે સારૂ બનશે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર કોઈ નવી જવાબારી મળી શકે છે.
ધન
માલવ્ય રાજયોગ બનવો ધન રાશુના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીમાં ઈનકમ અને લાભ સ્થાન પર છે. માટે આવકમાં ખૂબ જ વધારો થશે. સાથે જ તમારી નોકરીના મામલે ખૂબ જ યાત્રાઓ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણથી લાભ થશે. વેપારીને મોટી ડીલ સાઈન થઈ શકે છે.
મકર
તમારા માટે માલવ્ય રાજયોગ લાભકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિમાં કર્મ ભાવ પર છે. માટે આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે જ નોકરીયાતને ઘણા સમયથી પોતાના કાર્યસ્થળ પર મુશ્કેલી હતી તેમને હવે સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. સિનિયર કર્મચારી સાથે સારો તાલમેલ રહેશે.
વધુ વાંચો: ચોમાસામાં કારની સર્વિસ કરાવવી જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.