બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ 7 રાશિના જાતકો રહેજો સાવધાન! જો-જો ક્યાંક તમારી તો રાશિ નથી ને? શુક્ર કરશે સિંહમાં પ્રવેશ

ધર્મ / આ 7 રાશિના જાતકો રહેજો સાવધાન! જો-જો ક્યાંક તમારી તો રાશિ નથી ને? શુક્ર કરશે સિંહમાં પ્રવેશ

Last Updated: 01:53 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર 31 જુલાઈ બપોર 2.40 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે આ પરિવર્તનથી 7 રાશિ ધારકો પર સંકટના વાદળો ઘેરાશે. જાણો આ 7 રાશિ ધારકોને કેવી અશુભ અસર થશે.

સુખ અને સુવિધા માટેના શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન શ્રાવણ માસમાં થવા જઈ રહ્યું છે. જેમાં આ ગ્રહ 31 જુલાઇના રોજ બપોરે 2.40 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 25 ઓગસ્ટ સુધી સિંહમાં રહેશે. આ પરિવર્તનના કારણે 7 રાશિ ધારકોને સમસ્યા સર્જાઇ શકે છે. જેમાં તેમની સુખ સુવિધામાં પરેશાની વધી શકે છે. ઉપરાંત પૈસાની ખોટ તથા પરિવારમાં ઝઘડાની ઘટના સર્જાઈ શકે છે.

મિથુન

શુક્રના આ ગોચરથી આ રાશિ ધારકોના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. તમારે તમારા ખર્ચા ઓછા કરવા પડશે, નહીં તો ખોટા ખર્ચાના કારણે સમસ્યા સર્જાઇ શકે છે. આ સમય તમારા માટે ભારે છે.

કર્ક

શુક્રના આ ગોચરના કારણે તમને પૈસાની સમસ્યા સર્જાઇ શકે છે. ઉપરાંત અચાનકથી ખર્ચા વધારે થવાની સંભાવના રહેલી છે. જેના કારણે પૈસાની કમી થતી હોવાનો આભાસ થશે. ત્યારે આ સમસ્યાઓ ટાળવા માટે પૈસાની વધારે બચત કરવી પડશે. શુક્રનો નકારાત્મક પ્રભાવની અસર જીવન પર પડી શકે છે.

સિંહ

આ રાશિ ધારકોમાં શુક્રનું આગમન થવાનું હોય તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકવાની શક્યતાઓ છે. આ ઉપરાંત તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડા અને મતભેદ સર્જાઇ શકે છે. આ દરમ્યાન તમારી માનહાનિ પણ થઇ શકે છે. અને તમારા પર લાંછન પણ લાગી શકવાની શક્યતાઓ છે. ઉપરાંત તમારા ખર્ચા પણ મોટા પ્રમાણમાં વધી શકે છે. અને સુખ સુવિધામાં અછત સર્જાઇ શકે છે.

વૃશ્ચિક

શુક્રના આ રાશિ પરિવર્તનના કારણે આની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે. તથા તમને સુખ અને ઘનના લાભમાં ખોટ પડશે. ખોટા ખર્ચા વધવાના કારણે તમે પરેશાન થશો. ઉપરાંત અકસ્માત થવાની શક્યતા પણ હોઈ વાહન સાચવીને ચલાવવું.

ધન

શુક્ર ગોચર તમારા કરિયરમાં મુશ્કેલીઓ સર્જી શકે છે. ઘંઘા અને નોકરી દરમ્યાન તમને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો સાથે કોઇ વાતને લઇ ઝઘડા થઈ શકવાની શક્યતાઓ છે. ઉપરાંત આ સમયે તમારે કોઈ જગ્યાએ રોકાણ કરવું જોઇએ નહી. આ કરવાથી ખોટ જવાની શક્યતા છે.

મકર

શુક્ર રાશિના આ પરિવર્તનના કારણે તમારા લગ્ન જીવનમાં કડવાહટ સર્જાઇ શકે છે. જીવનસાથી સાથેનો સંબંધો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ સિવાય લગ્નજીવનને અસર થવાથી તમારી માનસિક સ્થિતિ બગડશે.

વધુ વાંચો : બજેટની કઈ-કઈ જાહેરાતોથી તમને થશે ફાયદો કે નુકસાન? સમજો માત્ર 6 જ મિનિટમાં

મીન

જો તમે નવી નોકરી કરવાની ઇરછા ધરાવી રહ્યા હોય તો શુક્ર ગોચર તમને સાવધાન કરી છે. તમારો આ નિર્ણય તમને પરેશાન કરી શકે છે. પારિવારિક જીવનમાં સંતુલિતતા થવાના કારણે સમસ્યાઓ વધશે. સાસરી પક્ષ તરફથી સંબંધો ખરાબ થઇ શકે છે. તમારી કોઈ કિંમતી વસ્તુ ચોરી થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shukra Gochar 2024 Zodiac Change Venus Transit 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ