બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 03:20 PM, 16 May 2023
ADVERTISEMENT
30મેના રોજ શુક્ર કર્ક રશિમાં ગોચર કરશે. શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે તો અનેક રાશિના જાતકોને મહાલાભ થશે. કેટલીક રાશિના જાતકોએ પરેશાનીનો સામનો કરવો પડશે. શુક્રના આ ગોચરથી ‘કારકો ભવ નાશાયથિ’ સ્થિતિ બનશે જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ‘કરક’ શબ્દનો અર્થ થાય છે મહત્ત્વ આપનાર, ‘ભવ’ શબ્દનો અર્થ થાય છે ઘર અને ‘નાશાયથિ’ શબ્દનો અર્થ થાય છે નષ્ટ કરવો. ‘કારકો ભવ નાશાયથિ’નો અર્થ થાય છે કે, જ્યારે કોઈ ગ્રહ વિશેષ ભાવનું પ્રતિક હોય તો તે જ ભાવમાં રહે છે, અને સારું પરિણામ આપતો નથી. આ કારણોસર કઈ રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કર્ક-
કર્ક રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ ભાવથી ગોચર કરશે. શુક્ર ચોથા અને 11મા ઘરનો સ્વામી છે. આ કારણોસર કર્ક રાશિના જાતકોની નાણાંકીય પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિમાં સુધારો થશે. વૈવાહિક જીવનમાં નકારાત્મક અસર થશે. વૈવાહિક જીવનમાં આવતી પરેશાનીનું સમજણપૂર્વક નિવારણ લાવો. તમારા લાઈફ પાર્ટનર સાથે વિવાદ ઊભો ના કરો. કોઈપણ નકારાત્મક પરિણામોથી બચવા માટે તેનું નિવારણ લાવવું જરૂરી છે.
ADVERTISEMENT
મકર-
શુક્ર મકર રાશિમાં 5માં અને 10માં ભાવનો સ્વામી છે, જે 7માં ભાવમાં ગોચર કરશે. શુક્ર મકર રાશિમાં 7માં ભાવમાં સ્થિત હશે, જેના કારણે વૈવાહિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. જેના કારણે પતિ પત્ની વચ્ચે કલેશ ઊભો થઈ શકે છે. મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું અને સમજી વિચારીને નિવારણ લાવવું.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.