મેચ બાદ સ્ટેડિયમમાં એક છોકરીએ ગીલનને કર્યું પ્રપોઝ
હવે નાગપુરમાં ઠેર ઠેર લાગ્યાં ગીલના પોસ્ટર
નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાવાની પહેલી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમનું ટી-20 અને વન-ડેમાં શાનદાર ફોર્મ જારી છે. આ ફોર્મમાં શુભમન ગિલે સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. ઈન્દોરથી લઈને નાગપુર સુધી ગિલનું નામ ગુંજતું રહ્યું છે. અને હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ઠેર ઠેર શુભમન ગીલના પોસ્ટર લાગ્યાં છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી-20 મેચ અમદાવાદમાં રમાઈ હતી અને હવે ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે ત્યારે હવે નાગપુરમાં ઠેર ઠેર ગીલના પોસ્ટર લાગ્યાં છે. પોસ્ટરમાં 'શુભમન ઈધર તો દેખ' એવું લખેલું જોવા મળે છે.
શું બન્યું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં
ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટી20 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમં ગિલે અણનમ 126 રન ફટકાર્યાં હતા. આને કારણે ભારતે ટી-20માં તેની સૌથી મોટી જીત મેળવી હતી. મેચ પૂરી થયા બાદ એક છોકરીએ ગિલની દિવાની થઈ ઉઠી હતી તેને ગિલ સાથે ડેટિંગ કરવું હતું. આ છોકરીએ ઊભા થઈને ગિલની સામે ટિંડર મેચ કરાવવાનું પ્લેકોર્ડ દેખાડ્યું હતું પરંતુ અર્શદીપ સિંહે મેદાનમાં છોકરીનું દિલ તોડી નાખ્યું અને તેની ઓફર ઠુકરાવી દીધી. જોકે ગિલે તેની તરફ જરા પણ ધ્યાન ન આપ્યું જે પછી ટિંડર દરેક શેરીમાં ગિલને શોધી રહ્યાં છે.
ટિન્ડર- શુભમન સાથે મેચ કરાવી દો'- છોકરીએ લખેલું પ્લેકાર્ડ
ત્રીજી ટી-20 મેચમાં સ્ટેડિયમમાં હાજર એક છોકરીના હાથમાં એક પ્લેકાર્ડ હતું, જેમાં લખ્યું હતું કે, 'ટિન્ડર, શુભમન સાથે મેચ કરાવી લે'. ઉલ્લેખનીય છે કે ટિંડર એક ડેટિંગ એપ છે જ્યાં લોકો એકબીજાને મળે છે, મિત્રો બનાવે છે. યુવતી ગિલની ટિન્ડર મેચ બનવા માંગતી હતી. આ ઘટના મેચ બાદ બની હતી જ્યારે ગિલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેવા માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે વુડે ઉભા થઈને ગિલ તરફ પોતાનું પ્લેકાર્ડ બતાવ્યું હતું. હવે આ પ્લેકાર્ડ સાથે ટિન્ડરે ગિલનું ધ્યાન આકર્ષિત કરવા માટે નાગપુરની ગલીમાં ઠેર ઠેર આવા પોસ્ટર લગાવ્યાં છે.