બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shubman gill is almost like roger federer salman butt said after shubman gill

ક્રિકેટ / પૂર્વ કેપ્ટને ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટરને ગણાવ્યો ક્રિકેટનો રોજર ફેડરર, કર્યા ભરપૂર વખાણ

Premal

Last Updated: 01:41 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ન્યુઝીલેન્ડ સામે પહેલી વન-ડેમાં રોમાંચક જીત પ્રાપ્ત કરી હતી. ભારતીય ટીમના સ્ટાર બેટર શુભમન ગિલે પહેલી વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી. તેમની આ આક્રમક ઈનિંગને જોઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટે ગિલને રોજર ફેડરર જણાવ્યો છે.

  • ભારતે ન્યુઝીલેન્ડ સામે પહેલી વન-ડેમાં રોમાંચક જીત પ્રાપ્ત કરી
  • પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટે ગિલને રોજર ફેડરર જણાવ્યો
  • શુભમન ગિલના આક્રમક પ્રદર્શનના કર્યા વખાણ 

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટે પણ ગિલના કર્યા વખાણ

શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટે પણ ગિલના આક્રમક પ્રદર્શનના વખાણ કર્યા છે. સલમાન બટે પોતાના યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, હું ગિલનો ત્યારથી પ્રશંસક છુ જ્યારથી તેમણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ રમી હતી. તમે તેમના જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટાભાગના ખેલાડીઓને નહીં જોવો. હાલમાં દરેક જગ્યાએ પાવર હિટર્સની વાત થાય છે. ગિલ જે રીતે ઈનિંગ રમી રહ્યાં છે. તે એક અલગ પ્રકારની ક્રિકેટ છે. આ બિલ્કુલ રોજર ફેડરરની જેમ છે. 

શુભમન ગિલમાં મહાન બનવાની ઝલક છે: સલમાન બટ

બટે વધુમાં કહ્યું, શુભમન ગિલે તેમની નાની ઉંમરમાં પોતાની રમતમાં હોશિયારી બતાવી છે. તેમાં મહાન બનવાની પણ ઝલક છે. આ માત્ર તેમના શોટ્સ અંગે નથી. તેઓ અન્ય બેટરોના આઉટ થયા હોવા છતાં એક તબક્કે ઉભા રહ્યાં. તેમણે ગણ્યાગાઠ્યા બોલરોને ટાર્ગેટ કર્યો જેના પરથી ખબર પડે છે કે તેમણે ઘણા અંશે પોતાની રમતને વિકસિત કરી છે. 

ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાલે રાયપુરમાં રમાશે મેચ 

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી મેચ કાલે શનિવારે રાયપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયાની નજર વન-ડે શ્રેણી પર કબજે કરવા પર હશે. શુભમન ગિલ પાસેથી ફરીથી એક વખત સારા પ્રદર્શનની આશા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Former Captain Salman Butt Roger Federer Shubman Gill ind vs nz Ind vs NZ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ