બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shubman gill double century problems for shikhar dhawan prithvi shaw ruturaj gaikwad kl rahul in indian squad for odi world cup 2023

ક્રિકેટ / શુભમન ગિલની બેવડી સદીથી આ ધુરંધર ખેલાાડીઓની ઊંઘ ઊડી, વર્લ્ડ કપમાં સ્થાન મેળવવુ બનશે હવે મુશ્કેલ

Last Updated: 02:45 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના યુવા સ્ટાર ઓપનર શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે વન-ડે મેચમાં ધમાકેદાર બેવડી સદી ફટકારી છે. જેના કારણે ભારતીય ટીમમાં એન્ટ્રીનો પ્રયાસ કરી રહેલા અમુક સ્ટાર ખેલાડીઓની સામે હવે મુશ્કેલી ઉભી થઇ છે.

  • શુભમન ગિલના ધારદાર અંદાજથી આ ખેલાડીઓની વધી મુશ્કેલી
  • વર્લ્ડ કપમાં જગ્યા મેળવવી હવે બની મુશ્કેલ
  • જાણો, કયા-કયા ખેલાડીઓનો થઇ રહ્યો છે સમાવેશ 

હવે આ ખેલાડીઓ માટે મુશ્કેલી ઉભી થઇ

ધવન સિવાય યુવા ઓપનર પૃથ્વી શૉ, ઋતુરાજ ગાયકવાડ અને કેએલ રાહુલ માટે પણ હવે મુશ્કેલી ઉભી થઇ ગઇ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારનારા ઈશાન કિશન પણ હવે ઓપનિંગ વિકલ્પમાં ગિલ બાદ બીજા નંબર પર આવી ગયા છે. 

સૌથી પહેલુ નામ શિખર ધવનનુ આવે છે 

સૌથી પહેલુ નામ શિખર ધવનનુ છે, જેણે અનેક વખત ટીમ ઈન્ડિયાની પણ કેપ્ટનશિપ કરી છે. તેમને આ વર્ષે ભારતની મેજબાનીમાં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે મુખ્ય દાવેદાર મનાતા હતા. પરંતુ પહેલા ઈશાન કિશન અને શુભમન ગિલની બેવડી સદીથી ધવનની દાવેદારી પર પાણી ફરી રહ્યું છે. ધવને ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે ત્રણ વન-ડે મેચમાં 7, 8 અને 3 રન જ બનાવ્યાં હતા.

પૃથ્વી શૉને પ્લેઈંગ-11માં જગ્યા મળે છે કે નહીં ?

પૃથ્વી શો સતત ડોમેસ્ટિક મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. હાલમાં તેમણે રણજીમાં આસામ સામે 379 રનની ઈનિંગ રમી હતી. જેને કારણે પૃથ્વી શૉને ન્યુઝીલેન્ડ સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં ઓપનર તરીકે જગ્યા મળી છે. કારણકે ટી20 ટીમમાં શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન પણ છે. હવે આ જોવુ રસપ્રદ રહેશે કે પૃથ્વી શૉને પ્લેઈંગ-11માં જગ્યા મળે છે કે નહીં. 

ઋતુરાજ ગાયકવાડનો ત્રીજા બેટર તરીકે સમાવેશ 

ઋતુરાજ ગાયકવાડ આ યાદીમાં ત્રીજા બેટર હોઇ શકે છે, જે વન-ડે વર્લ્ડ કપ માટે ટીમમાં એન્ટ્રીને લઇને આતુર છે. તેમને પણ ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં ઓપનર તરીકે જગ્યા મળી છે. પરંતુ પેચ પાછો ત્યાં ફસાઈ શકે છે કે શુભમન, ઈશાન અને પૃથ્વી શોના હોવાથી તેમને પ્લેઈંગ-11માં તક મળે છે કે નહીં. 

કેએલ રાહુલના કંગાળ પ્રદર્શનને જોતા તેમની થઇ ટીકા 

આ યાદીમાં ચોથુ નામ વિકેટકીપર કેએલ રાહુલનુ રાખી શકીએ છીએ, કારણકે સતત ખરાબ પ્રદર્શનને જોતા તેમની ખૂબ ટીકા થઇ રહી છે. આ જ કારણ હતુ કે રાહુલને શ્રીલંકા સામે વન-ડે સીરીઝમાં વિકેટ કીપર તરીકે મિડલ ઓર્ડરમાં તક આપવામાં આવી હતી. પરંતુ શુભમન ગિલ અને ઈશાન કિશનની બેવડી સદીએ તેના માટે ઓપનિંગના રસ્તા લગભગ બંધ કરી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Prithvi shaw Ruturaj Gaikwad Shikhar Dhawan Shubman Gill Double Century ind vs nz Ind vs NZ
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ