બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 10:33 PM, 17 February 2023
ADVERTISEMENT
બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની પર્સનલ લાઈફને લઈ સતત ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચાર છે કે સારા ભારતીય બેટ્સમેન શુભમન ગિલને ડેટ કરી રહી છે. બંનેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. એટલું જ નહી બંને સ્ટાર્સની તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થાય છે. ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલે સારા તેંડુલકર માટે થઈ સારા અલી ખાન સાથે બ્રેકઅપ કરી લીધુ છે અને તે સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે.
શુભમન ગિલની આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યુ
શુભમન ગિલે વેલેનટાઈન ડે પર ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે એક કાફેમાં જોવા મળી રહ્યો છે. તેણે આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, ફરીથી આજે ક્યો દિવસ છે ? શુભમન ગિલની આ તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યુ છે, કારણ કે વર્ષ 2021માં જૂલાઈ મહિનામાં સારા તેંડુલકરે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે આ કાફેમાં જોવા મળી હતી,જ્યાં શુભમન ગિલ જોવા મળ્યો છે. હવે ચાહકોનું કહેવાનું છે કે બંને તસવીરોનું બેકગ્રાઉન્ડ એક જેવુ છે. ત્યારબાદ ચાહકો શુભમન અને સારાના ડેટિંગને લઈ અટકળો લગાવી રહ્યા છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ સારા અલી ખાન અને શુભમન ગિલ એકબીજાને ડેટ નથી કરી રહ્યા પરંતુ સારા મિત્રો છે. બંને સ્ટાર્સ કોમન પાર્ટીમાં મળતા હતા અને બાદમાં બંનેની મિત્રતા થઈ હતી. તેને જ્યારે તક મળે ત્યારે બંને એકબીજાને મળે છે. સમાચારમાં ભલે બંને રિલેશનશિપમાં હોવાની વાત કરવામાં આવતી હોય, પરંતુ બંને સારા મિત્રો છે.
સારાને ડેટ કરવાના સવાલ પર શુભમને આપ્યો હતો જવાબ
થોડા સમય પહેલા સોનમ બાજવાના ટોક શોમાં શુભમન ગિલ પહોંચ્યો હતો. આ દરમિયાન સોનમે શુભમનને પૂછ્યું હતું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે, તો તેના જવાબમાં કહ્યું હતું- કદાચ. આ રીતે ચાહકો પણ કન્ફ્યૂઝ થઈ રહ્યા છે કે શુભમન ગિલ સારા તેંડુલકરને ડેટ કરે છે કે સારા અલી ખાનને ડેટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.