બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Shrinking Moon May Be Generating Moonquakes

રિસર્ચ / સતત સંકોચાઇ રહ્યો છે ચંદ્ર, નાસાએ રિપોર્ટમાં જણાવ્યું આ કારણ

vtvAdmin

Last Updated: 07:39 PM, 14 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર સતત સંકોચાઇ રહ્યો છે. નાસાએ આશરે 12 હજાર ફોટાનું અધ્યયન કર્યા બાદ ખુલાસો કર્યો છે. ચંદ્ર છેલ્લા લાખો વર્ષોથી આશરે 150 ફીટ સુધી સંકોચાઇ ગયો છે.

નાસાએ આશરે 12 હજાર ફોટાનું અધ્યયન કર્યા બાદ ખુલાસો કર્યો છે કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર સતત સંકોચાઇ રહ્યો છે. એનાથી એની સપાટી પર કોઇ માણસના ચહેરાની જેમ કરચલી પડતી જઇ રહી છે. નાસાએ પોતાના લૂનર રીકૉનિસેન્સ ઑર્બિટરથી લેવામાં આવેલા ફોટાના અભ્યાસ બાદ આ જાણકારી સોમવારે એક પ્રકાશિત રિપોર્ટમાં આપી છે.

12000થી વધારે ફોટાના વિશ્લેષણ બાદ નાસાએ જાણ્યું કે ચંદ્રના ઉત્તરી ધ્રૃવની પાસે ચંદ્ર બેસિન 'મારે ફ્રિગોરિસ'માં દરાર બનાવી રહી છે, જે પોતાની જગ્યાથી ખસી પણ રહી છે. જણાવી દઇએ કે ચંદ્ર ઘણી વિશાળ બેસિનોમાંથી એક 'મારે ફ્રિગોરિસ'ને ભૂવૈજ્ઞાનિક દ્રષ્ટિથી મૃત સ્થળ માનવામાં આવે છે. 

આટલું જ નહીં ધરની જેમ ચંદ્ર પર કોઇ ટેક્ટોનિર પ્લેટ નથી. તેમ છતાં અહીંયા ટેક્નોટિક ગતિવિધિ થવાથી વૈજ્ઞાનિક પણ હૈરાન છે. વિશેષજ્ઞો-વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્ર એવી ગતિવિધિ ઊર્જા ગુમાવવાની પ્રક્રિયામાં 4.5 અરબ વર્ષ પહેલા થઇ હતી. આ કારણથી ચંદ્રની સપાટી સંકોચાવવા લાગી છે અને આ કારણથી ત્યાં ભૂકંપ પણ આવે છે. 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઊર્જા ગુમાવવાની પ્રક્રિયાના કારણે ચંદ્ર છેલ્લા લાખો વર્ષોથી આશરે 150 ફીટ સુધી સંકોચાઇ ગયો છે. જણાવી દઇએ કે સૌથી પહેલા અપોલો મિશનના અંતરિક્ષમાં યાત્રીઓએ 1960 અને 1970ના દશકમાં ચંદ્ર પર ભૂકંપની ગતિવિધિઓને માપવાનું શરૂ કર્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Moon Moonquakes Nasa world Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ