બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shrilankan cricketer danushka gunathilaka rape case australian police arrest him

ધરપકડ / ડેટિંગ એપથી મુલાકાત, પછી થયો બળજબરીપૂર્વક રેપ, આ સ્ટાર ખેલાડીની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ

MayurN

Last Updated: 12:55 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકાની ઓસ્ટ્રેલિયન પોલીસે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી છે.

  • શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકાની ધરપકડ 
  • બળાત્કારના આરોપમાં ઓસ્ટ્રેલિયન પોલીસે ધરપકડ કરી
  • ખેલાડીની બેલની અરજી પર કોર્ટે ઠુકરાવી નાખી છે

જ્યારે ક્રિકેટ ચાહકો ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ સ્પોટના સમીકરણોમાં મગ્ન છે અને અંતિમ દિવસ સુધી ટીમોની ફાઈનલની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ જગત સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકાની ઓસ્ટ્રેલિયન પોલીસે બળાત્કારના આરોપમાં ધરપકડ કરી છે. જ્યારે શ્રીલંકાની ટીમે ટી-20 વર્લ્ડ કપમાંથી પોતાના થેલાઓ પેક કરી લીધા છે, તે સમયે આ ઘટના બની જેણે બધાને હચમચાવી દીધા. 

શું છે આ આખો મામલો, કેવી રીતે બહાર આવ્યો મામલો અને સ્થાનિક પોલીસે શું કહ્યું, 
શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલકાની સ્થાનિક પોલીસે સિડની પૂર્વ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. શ્રીલંકાની ટીમ સિડનીમાં તેમની હોટલમાં હતી, જ્યારે દાનુષ્કાની બપોરે 1 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. શ્રીલંકાની ટીમ પોતાના વતન પરત ફરી છે અને દાનુષ્કા હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. 31 વર્ષીય દાનુષ્કા ગુનાથિલાકા પર સિડનીના એક ઘરમાં 29 વર્ષની મહિલા સાથે બળજબરીથી સેક્સ કરવાનો આરોપ છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી અને આખરે દાનુષ્કાની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાના ખેલાડી માટે બેલની અપીલ પણ કરવામાં આવી હતી, પરંતુ તેને ઠુકરાવી દેવામાં આવી હતી. 

પોલીસના નિવેદનમાં શું કહેવાયું છે?
ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા આ મામલે વિસ્તૃત નિવેદન જારી કરવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સેક્સ ક્રાઈમ સ્ક્વોડના અધિકારીઓએ ગયા અઠવાડિયે સિડનીમાં એક મહિલા પર જાતીય શોષણ કરવાના આરોપમાં શ્રીલંકાના નાગરિકની ધરપકડ કરી છે." આ અઠવાડિયે એક 29 વર્ષીય મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે રોઝ બેના એક ઘરમાં તેણી પર બળાત્કાર થયો હતો. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, 'શ્રીલંકાના નાગરિક અને મહિલાની મુલાકાત થોડા દિવસો પહેલા એક ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન દ્વારા થઈ હતી, ત્યારબાદ 2 નવેમ્બરની સાંજે બળજબરીપૂર્વક સંભોગની ઘટના બની હતી. તપાસ દરમિયાન, પોલીસે રોઝ બે આવાસમાં હાજર ક્રાઇમ સીનનો પણ સ્ટોક લીધો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DANNY (@danushkagunathilaka)

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, 'લાંબી તપાસ બાદ શ્રીલંકાના નાગરિકની સિડનીની સસેક્સ સ્ટ્રીટ હોટેલમાંથી 6 નવેમ્બર (રવિવારે) બપોરે 1 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. નાગરિકને પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે, તેના પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક કોર્ટે આ કેસમાં જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. 

શ્રીલંકાના બોર્ડે આ મામલે શું કાર્યવાહી કરી?
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમના ખેલાડી દાનુષ્કા ગુનાથિલકાની સિડની પોલીસે બળાત્કારના સંબંધમાં ધરપકડ કરી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આ સમગ્ર મામલાની નજીકથી નજર રાખી રહ્યું છે અને તે ICCના સંપર્કમાં પણ છે. જો ખેલાડી દોષિત ઠરે તો તેને કાયદા અનુસાર સજા મળવી જોઈએ.

દાનુષ્કા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો
31 વર્ષીય દાનુષ્કા આ T20 વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમ્યો હતો, તે નામીબિયા સામે મેદાનમાં ઉતર્યો હતો. જે બાદ તે ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, તે ઓસ્ટ્રેલિયા છોડીને શ્રીલંકા આવ્યો ન હતો અને ત્યાં જ રહ્યો હતો. આવી સ્થિતિમાં તેમને ત્યાં રોકાવું ભારે પડી ગયું અને હવે આ મામલો સામે આવ્યો છે. 

દાનુષ્કાનું કરિયર
દાનુષ્કાએ વર્ષ 2015માં શ્રીલંકા તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચ, 47 વનડે અને 46 ટી20 મેચ રમી છે. શ્રીલંકાની વાત કરીએ તો તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે, ગ્રુપ-1માં હાજર શ્રીલંકાએ ટૂર્નામેન્ટ ચોથા સ્થાને પૂરી કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Cricket Danushka Gunathilka Police Rape Case Shrilanka arrested shrilanka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ