બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / shrilanka ask to china for not visit of spy ship Yuan Wang 5 at hambantota port

નિર્ણય / શ્રીલંકાએ ચીનને કહ્યું કે 'તમારા જહાજની યાત્રા ટાળો', ભારતના પ્રેશર બાદ આવ્યું હરકતમાંઃ રિપોર્ટ

MayurN

Last Updated: 08:51 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાની સરકારે ચીની સરકારને કહ્યું છે કે જ્યાં સુધી બંને સરકારો વચ્ચે વધુ કોઈ પરામર્શ ન થાય ત્યાં સુધી તેના સ્પેસ-સેટેલાઇટ ટ્રેકર જહાજ યુઆન વાંગ 5ની યાત્રા મુલતવી રાખે

  • ભારતની નારાજગી સામે શ્રીલંકા ઝૂક્યું 
  • ચીનના જહાજને પોતાના બંદર પાસે આવતા રોક્યું 
  • ચીની જાસૂસી જહાજ 11 ઓગસ્ટે શ્રીલંકા પહોચવાનું હતું

શ્રીલંકાની સરકારે ચીની સરકારને કહ્યું છે કે જ્યાં સુધી બંને સરકારો વચ્ચે વધુ કોઈ પરામર્શ ન થાય ત્યાં સુધી તેના સ્પેસ-સેટેલાઇટ ટ્રેકર જહાજ યુઆન વાંગ 5ની હમ્બનટોટા બંદર સુધીની યાત્રા મુલતવી રાખવામાં આવે. ચીની જાસૂસી જહાજ 11 ઓગસ્ટે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ફરીથી બળતણ ભરવાનું હતું અને 17 ઓગસ્ટે રવાના થવાનું હતું.

જાસૂસી જહાજ યુઆન વાંગ 5
જાસૂસી જહાજ તરીકે નિયુક્ત યુઆન વાંગ 5નું નિર્માણ વર્ષ 2007માં કરવામાં આવ્યું હતું અને તેની ક્ષમતા 11,000 ટન છે. આ સર્વેક્ષણ જહાજ 13 જુલાઈના રોજ ચીનના જિયાંગિનથી રવાના થયું હતું અને હાલમાં તે તાઇવાનની નજીક સ્થિત છે. મરીન ટ્રાફિક વેબસાઇટ અનુસાર, આ જહાજ હાલમાં દક્ષિણ જાપાન અને તાઇવાનના ઉત્તર-પૂર્વની વચ્ચે પૂર્વ ચીન સાગરમાં છે.

ભારતે જ મદદ કરી છે
શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ચીનના મહાકાય જહાજના આગમનના સમાચાર સામે ભારતે તાજેતરમાં જ સખત
વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સુરક્ષા અને આર્થિક હિતોને અસર કરી શકે એવી બધી ઘટનાઓ ઉપર નજીકથી નજર રાખે છે. આ પછી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને પોતાના દેશની હાલતની ચિંતા થવા લાગી હતી. વાસ્તવમાં શ્રીલંકા પણ જાણે છે કે મુશ્કેલ સમયમાં ભારતે જ તેનું સમર્થન કર્યું હતું. ચીન તરફથી મદદના નામે કંઈ મળ્યું નથી. આવી સ્થિતિમાં કહી શકાય કે, શ્રીલંકાને ભારતની નારાજગી સામે ઝૂકવાની ફરજ પડી હતી.

મિત્રતાની દ્રષ્ટિએ આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીશું
ચાઇનીઝ જહાજ યુઆન વાંગ 5 ઇંધણ ભરવા માટે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર 11-17 ઓગસ્ટ દરમિયાન પહોંચશે તેવી શક્યતા હતી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન હિંદ મહાસાગરના ઉત્તરપશ્ચિમ ભાગમાં સેટેલાઇટ કન્ટ્રોલ અને રિસર્ચ ટ્રેકિંગ હાથ ધરવાની તેની યોજના હતી. આ બંદરને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે રાજપક્ષે પરિવારના વતનમાં આવેલું છે અને મુખ્યત્વે ચીનના દેવાથી તેનો વિકાસ થયો છે. નવનિયુક્ત પ્રધાનમંત્રી ગુણવર્દનેએ પત્રકારોને જણાવ્યું હતું કે બંને દેશો અમારા નજીકના મિત્રો છે. અમે મિત્રતાની દ્રષ્ટિએ આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીશું.

સંકળાયેલા મુદ્દાઓ

China India Shrilanka Yuan Wang 5 hambantota port spy ship shrilanka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ