Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

દર્શન / શરૂ થશે અમરનાથ યાત્રા, 1મેથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ, આટલુ છે ભાડું

શરૂ થશે અમરનાથ યાત્રા, 1મેથી હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ, આટલુ છે ભાડું

બાબા અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા 2019 માટે હેલિકોપ્ટરનું ઓનલાઇ બુકિંગ પહેલી મેથી શરૂ થઇ જશે. જેની પાસે હેલિકોપ્ટર ટિકિટ હશે તેને તીર્થયાત્રા માટે વહેલુ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહી પડે. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. 46 દિવસની યાત્રા 15 ઓગ્સ્ટ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે. આ વખતે શ્રદ્ધાળુઓના હિત માટે શ્રાઈન બોર્ડે કેટલાંક મહત્વના પગલા ઉઠાવ્યા છે. જેને કારણે શ્રદ્ઘાળુઓને સમસ્યા નહી થાય તે સુખપૂર્વક યાત્રા પર પાડી શકશે. 

 

 

પવિત્ર ગુફાની યાત્રા કરવા માટે હેલિકોપ્ટર સેવા લેવા માંગતા શ્રદ્ઘાળુઓ 1મેના સવારે 10 વાગ્યાથી બુકિંગ કરાવી શકે છે. બોર્ડે મેસર્સ ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટર લિમિટેડ અને મેસર્સ હિમાલયન હેલી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સેવા બાલતાલ-પંજતરણી રૂટ માટે લીધી છે. પહલગામ-પંજતરણી રૂટ માટે મેસર્સ યુટી એર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેવા લેવામાં આવી છે. 

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB)ના ચીફ એક્ઝિક્યુટિવ સીઈઓએ જણાવ્યુ કે, યાત્રીઓ આ કંપનીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. તેમણે જણાવ્યુ કે, “બાલતાલ-પંજતરણીના રુટ પર વ્યક્તિદીઠ ભાડુ રૂ. 1804 થશે જ્યારે પહેલગામ-પંજતરણી રૂટ પર ભાડું 3104 થશે.''

 

હેલિકોપ્ટર સર્વિસ લેવા માંગતા યાત્રીઓએ હેલિકોપ્ટરમાં ચડતા પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત ડોક્ટર્સ કે સંસ્થા દ્વારા અપાયેલા હેલ્થ સર્ટિફિકેટ રજૂ કરવા પડશે. યાત્રીઓને અધિકૃત હેલિકોપ્ટર ઓપરેટર્સ અને તેમના અધિકૃત એજન્ટ પાસેથી જ ટિકિટ લેવાની સલાહ અપાઇ છે. તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનવાથી કે ફેક ટિકિટ્સ ખરીદવાથી બચવાની ખાસ સલાહ અપાઇ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ