બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હિમાચલનું અનોખુ શિવ મંદિર, જ્યાં પથ્થર થપથપાવવાથી આવે છે ડમરૂનો અવાજ

હર હર મહાદેવ / હિમાચલનું અનોખુ શિવ મંદિર, જ્યાં પથ્થર થપથપાવવાથી આવે છે ડમરૂનો અવાજ

Last Updated: 03:04 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે અને એવું કહેવાય છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે.

ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઇ કમી નથી. દેશના ખુણા ખુણામાં કોઇ ને કોઇ મંદિર તમને જોવા મળશે જેમાં કોઇ વિશેષતા હશે. તેમાંથી કેટલાક મંદિર ચમત્કારિક મંદિર હશે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે. હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે, જેનું રહસ્ય હજુ પણ વણઉકલ્યું છે.

jatoli-temple.jpg

હિમાચલમાં છે આ મંદિર

આ મંદિર દેવભૂમિના નામથી પ્રસિદ્ધ છે અને હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત છે. જેને જટોલી શિવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ-દ્વવિડ શૈલીથી બનેલા આ મંદિરની ઉંચાઇ લગભગ 111 ફૂટ છે. મંદિરનું ભવન નિર્માણ કલાનો એક બેજોડ નમૂનો છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશના જાટોલી શિવ મંદિરના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. અહીં પત્થરો થપથપાવવાથી ડમરુનો અવાજ આવે છે.

jatoli3.jpg

પૌરાણિક કથા

આ મંદિરને લઇને એક માન્યતા છે કે પૌરાણિક કાળમાં ભગવાન શિવ અહીંયા આવ્યા હતા અને થોડા સમય માટે અહીં રહ્યાં હતા. બાદમાં 1950માં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના બાબા અહીં આવ્યા હતા અને જેમના માર્ગદર્શન અને દિશા પર જ જટોલી શિવ મંદિરનું નિર્માણ થયુ હતુ. વર્ષ 1974માં તેમણે આ મંદિરનો પાયો નાંખ્યો હતો. તેમણે 1989માં સમાધિ લઇ લીધી હતી. કહેવાય છે કે આ મંદિરમાં પથ્થરો પર થપથપાવવાથી ડમરુનો અવાજ આવે છે.

PROMOTIONAL 12

આ મંદિરનો પાયો વર્ષ 1974માં નાખવામાં આવ્યો હતો. જટોલી શિવ મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થતા 39 વર્ષનો સમય લાગ્યો હતો. કરોડો રૂપિયાથી તૈયાર થયેલા આ મંદિરની સૌથી ખાસ વાત છે કે તેનું નિર્માણ દેશ-વિદેશના શ્રદ્ધાળું દ્વારા આપવામાં આવેલા દાનના પૈસાથી જ થયુ છે. આ જ કારણ છે કે આ મંદિરને બનતા ત્રણ દશક કરતા પણ વધારે સમય લાગ્યો હતો.

વધુ વાંચો: જીવનની અનેક સમસ્યામાં રાહત આપશે આ ચમત્કારી મંત્રો, ક્યારેય નહીં થાય પૈસાની અછત

આ મંદિરમાં દરેક તરફથી વિભિન્ન દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે મંદિરની અંદર સ્ફટિક મણિ શિવલીંગ સ્થાપિત છે. આ સિવાય અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની ટોચ પર 11 ફૂટ ઉંચા વિશાળ કળશની સ્થાપના કરવામાં આવી છે. જે મંદિરને બેહદ ખાસ બનાવે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shiv Temple Shravan 2024 Shravan Special
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ