બ્રેકિંગ ન્યુઝ
VTV / shramik special train reality check trains late migrants protest corona lockdown
Last Updated: 11:52 AM, 26 May 2020
ADVERTISEMENT
હકીકતમાં દિલ્હીથી બિહારના મોતીહારી તરફ જતી ટ્રેન ચાર દિવસે સમસ્તીપુર પહોંચી હતી. જ્યારે મુસાફરી માત્ર 30 કલાકની જ છે. મજૂરોનું કહેવું છે કે તેમને મોતીહારીની ટિકિટ આપવામાં આવી છે અને ટ્રેન તેમને છેલ્લા 4 દિવસથી ફેરવી રહી છે. લોકો કહે છે કે મુશ્કેલીના સમયમાં તેઓ ઘરે પરત ફરી રહ્યા છે અને હવે આ પ્રવાસ પણ સમસ્યા બન્યો છે.
ફ્લેટફોર્મ પર બાળકનો જન્મ
ADVERTISEMENT
દિલ્હીથી મોતીહારી જતી ટ્રેન ચાર દિવસે સમસ્તીપુર પહોંચી હતી. જ્યારે ટ્રેનમાં રહેલી મહિલાને પ્રસુતી પીડા થઈ હતી ત્યારે તેને ટ્રેનમાંથી ઉતારવામાં આવી હતી. સ્થિતિ એવી હતી કે મહિલાએ કોઈ તબીબી સુવિધા વિના પ્લેટફોર્મ પર બાળકને જન્મ આપ્યો. દરમિયાન માહિતી મળ્યા બાદ રેલવેના સિનિયર ડીસીએમ તેમની કાર લઈને મહિલાને હોસ્પિટલમાં લઈ ગયા હતા.
22 મી તારીખે નિકળ્યા અને 25 મીએ પહોંચ્યા
સમસ્તીપુર પહોંચતી અન્ય ટ્રેનોના મુસાફરોની સ્ટોરી પણ આવી જ હતી. ઘણાંય 22મી તારીખે મુસાફરી કરી રહ્યા હતા. તો કેટલાય ભૂખ, તરસ અને ગરમીથી પીડાઈ રહ્યાં હતા. રેલવે વહીવટી તંત્રનું કહેવું છે કે ખાલી ટ્રેક ન મળવાને કારણે માર્ગ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. મજૂરોને અન્ન અને પાણી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
36 કલાકની મુસાફરી માટે 70 કલાક લાગી રહ્યા છે
સમસ્તીપુર પહોંચેલી એક ટ્રેનના મુસાફર ગગન જણાવે છે કે તેણે 22 મેના રોજ પુણેમાં ટ્રેન પકડી હતી અને ટ્રેન 25 મેના રોજ બપોરે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરતા સમસ્તીપુર પહોંચી હતી. તેવી જ રીતે ધર્મેન્દ્ર કહે છે કે તેણે પણ પુણેમાં જ ટ્રેન પકડી હતી. આખુ ભારત ભ્રમણ કરી 70 કલાક પછી ટ્રેન સમસ્તીપુર પહોંચી. જ્યારે આ યાત્રામાં ફક્ત 36 કલાકનો સમય લાગે છે.
મજૂરોને ખોરાક કે પાણી ન અપાતા તેઓ હેરાન
બીજા મુસાફરે કહ્યું કે જે સ્ટેશન પર ટ્રેન અટકી છે ત્યાં લગભગ 2-3 કલાક ઉભી રહે છે. આ દરમિયાન તેમને ન તો ખોરાક મળ્યો ન તો પાણી. આ કાળાઝાળ ગરમીમાં હેરાન મુસાફરો અનેક જગ્યાએ ગુસ્સે થયા છે અને તોડફોડની ઘટનાને સામે આવી છે.
રેલવેએ સફાઇ આપી હતી કે...
ટ્રેનના મોડા થવા અંગે સમસ્તીપુર રેલ વિભાગના સિનિયર ડીસીએમ સરસ્વતીચંદ્ર કહે છે કે ઘણી ટ્રેનો અનિયમિત રીતે દોડે છે. કારણ કે રસ્તો (ટ્રેક ખાલી નથી). કેટલીક ટ્રેનો શોર્ટ નોટિસ પર દોડાવવામાં આવી રહી છે. આને કારણે ટ્રેનો મોડી પડી રહી છે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ટ્રેનો લેટ ન આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.