બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / સ્વર્ગમાં સ્થાન મેળવવું હોય તો મૃત્યુના પહેલા-પહેલા અપનાવો આ ઉપાય, જે કરાવશે મોક્ષની પ્રાપ્તિ
Last Updated: 02:29 PM, 10 September 2024
ગરૂડ પુરાણમાં જન્મથી લઈને મૃત્યુ સુધીની સફર વિશે જણાવવામાં આવ્યું છે. મૃત્યુ બાદ આત્માને શું શું ભોગવવું પડે અને કેવી કેવી યાતનાઓ થાય છે તે બધી વસ્તુઓનો ઉલ્લેખ તેમાં છે. જન્મ લેનાર દરેક વ્યક્તિનો એક અંતિમ સમય નક્કી હોય છે અને તેને સંસારને છોડીને જવાનું હોય છે.
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં માન્યતા છે કે વ્યક્તિનો આત્મા તેના કર્મોના આધાર પર સ્વર્ગ કે નર્કમાં સ્થાન મેળવે છે. ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે આત્માને સીધું વૈકુઠ ધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
સંભળાવો ભગવત ગીતાના પાઠ
મૃત્યુ સમયે જો ભગવત ગીતાનો પાઠ વ્યક્તિને સંભળાવવામાં આવે તો તે વ્યક્તિ સરળતાથી પ્રાણ ત્યાગ કરી શકે છે અને યમદૂત તેને સ્પર્શ પણ નથી કરી શકતા. તેનો મતલબ તે વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે.
આપો ગંગાજળ
હિંદૂ ધર્મમાં ગંગાજળનું ખાસ મહત્વ છે. ગંગાનું જળ, ધાર્મિક અને પારંપરિક માન્યતાઓ અનુસાર મોક્ષપ્રદાન કરનાર માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય તો તેના મુખમાં ગંગાજળ નાખવાથી તેના બધા પાપોનો નાશ થાય છે અને તેને સ્વર્ગમાં જગ્યા મળે છે.
કરો શ્રી રામના નામનો જાપ
ભગવાન શ્રી રામનું નામ લેવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુના સમયે જો કોઈ શ્રી રામના નામનો જાપ કરે તો તેને યમરાજની સજામાંથી મુક્તિ મળે છે. જ્યારે લાગે કે છેલ્લો સમય આવી રહ્યો છે તો તે સમયે ગંગાજળથી સ્નાન કરાવું.
વધુ વાંચો: બીમારીઓથી છો પરેશાન? તો સતત 30 દિવસ સુધી ખાલી પેટ ખાતા રહો કેળાં, મળશે રાહત
મુખમાં રાખો તુલસી
હિંદૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના પાનને પણ મોતના સમયે મરનાર વ્યક્તિના મુખમાં રાખવાથી તેનો અંત સુખમય થાય છે અને તેની આત્માને સ્વર્ગમાં જગ્યા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.