બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:26 PM, 23 June 2024
હિમાચલ પ્રદેશમાં પોલીસે પ્રાથમિક શાળાના એક શિક્ષકની ધરપકડ કરી છે. જે નરાધમ શિક્ષકના નામે કલંક છોકરીઓ સાથે ગંદી વાતો કરતો હતો. જે ઘટના છે મંડી જિલ્લાની. પોલીસે આ શિક્ષકની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે, POCSO એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ચાઈલ્ડ હેલ્પલાઈન ફરિયાદ નોંધાવી હતી
ADVERTISEMENT
જોગીન્દરનગર સબ-ડિવિઝનના લદબદોલ વિસ્તારમાં આવેલી આ સ્કૂલની ચાર છોકરીઓએ શનિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર – 1098 પર ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પીડિત ચાર વિદ્યાર્થીનીઓને મળી હતી. આ મામલે પોલીસે જોગીન્દરનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
આરોપીને કોર્ટમાં રજૂ કરાયો
જોગીન્દરનગર પોલીસ સ્ટેશનના SHO અશ્વિની કુમારે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી શિક્ષકને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સોમવારે ફરી એકવાર તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવાનું કેહેતો
વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે આરોપી તેમને તેમના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવા માટે કહેતો હતો. આ સિવાય તે વિદ્યાર્થિનીઓને પોતાના પ્રાઈવેટ પાર્ટ પણ બતાવતો હતો. ચાર પીડિતોમાંથી બે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ છે અને અન્ય બે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનીઓ છે.
આ પણ વાંચો: જવાહર ચાવડાનો વધુ એક વીડિયો જાહેર, મનસુખ માંડવિયાને ઉદ્દેશીને આપ્યો જવાબ
ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
તપાસ દરમિયાન પોલીસે યુવતીના પરિવારજનોને પૂછપરછ કરી હતી. અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિના જોગીન્દરનગર યુનિટે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સમિતિના સભ્યોનો આક્ષેપ છે કે રાજ્યમાં આવી ઘટનાઓ વધી રહી છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT