સંકેત /
ખભામાં થતા દુ:ખાવાને નજરઅંદાજ ના કરશો, આ બિમારીનો હોઈ શકે છે સંકેત
Team VTV04:13 PM, 28 Jan 22
| Updated: 04:13 PM, 28 Jan 22
ક્યારેક-ક્યારેક અચાનક આપણા શરીરના કોઈ ભાગમાં દુ:ખાવો થવા લાગે છે. પરંતુ આપણે તેને નજર અંદાજ કરી દઈએ છીએ. જેમાંથી એક છે ખભામાં દુ:ખાવો. આપણે તેને સામાન્ય સમજી લઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ ઘાતક હોઈ શકે છે. આવા પ્રકારનો દુ:ખાવો ડાયાબિટીસનો સંકેત પણ હોઇ શકે છે.
શરીરના કોઈ પણ ભાગમાં દુ:ખાવો થાય તો નજરઅંદાજ ના કરતા
ખભામાં દુ:ખાવો થાય તો તમને થઇ શકે છે ડાયાબિટીસ
ખભામાં થતા દુ:ખાવાને ડાયાબિટીસ સાથે શું સંબંધ છે?
જે લોકો ડાયાબિટીસની બિમારીના શિકાર છે, તેના શરીરમાં સોઝો, કમજોરી, વધારે ભૂખ લાગવી અને શરીરના કેટલાંક ભાગ અકળાઈ જવા વગેરે અનુભવાય છે. જેમાંથી ખભામાં દુ:ખાવો સામાન્ય વાત છે. આ સિવાય સતત આ દુ:ખાવો રહેવો તે પણ ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો હોઇ શકે છે. જેનાથી ખભામાં દુ:ખાવો મહેસૂસ થાય છે. આવો જાણીએ ડાયાબિટીસ સાથે તેનો શું સંબંધ છે.
ફ્રોઝન શોલ્ડરને નજરઅંદાજ ના કરો
ખંભામાં દુ:ખાવો અને શરીર અકળાઈ જવાને ફ્રોઝન શોલ્ડર પણ કહેવામાં આવે છે. જો તમને પણ આવી સમસ્યા થઇ રહી છે તો તાત્કાલિક ડૉકટરને બતાવો. આ ડાયાબિટીસના સંકેત હોઇ શકે છે. જેની સારવાર શુગર અથવા ડાયટ કંટ્રોલ અને ફીઝીયોથેરાપીથી થાય છે. જ્યાં સુધી અત્યંત ગંભીર મામલો ના થાય ત્યાં સુધી તેમાં દવાઓ અને સર્જરીની જરૂર હોતી નથી.
ફ્રોઝન શોલ્ડરથી રાહત માટે કસરત
ત્રણ ફૂટ લાંબા ટુવાલની એક બાજુને પોતાની પાછળથી પકડો અને તેની સામેની બાજુને બીજા હાથથી પકડો. ટુવાલને આડો કરીને પકડો. દુ:ખાવો ના થતો હોય તે બાજુથી ઉપરની તરફ લઇ જાઓ.
ક્રોસ બોડી રિચ
પોતાના દુ:ખાવા વગરની બાજુથી દુ:ખાવો થતો હોય તે બાજુને કોણીથી ઉઠાવો. તેને પોતાના શરીરની ઉપરની બાજુ લગાવો. પોતાના ખભાને ખેંચવામાં હળવુ દબાણ રાખો. જેને લગભગ 15 થી 20 સેકન્ડ સુધી ખેંચી રાખો. આ વાતને યાદ રાખી લો કે તમારે હળવુ સ્ટ્રેચ કરવાનુ છે, જેનાથી તમારો ખભો વધુ ખેંચાય નહીં
શું કરવુ જોઈએ
તબીબ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ પોતાની ડાયટનું સંપૂર્ણ ધ્યાન રાખો. હેલ્ધી ડાયટ અને કસરતની નિયમિત આદતથી તમે પોતાના શરીરને સ્વસ્થ રાખી શકો છો. ફ્રોઝન શોલ્ડરનું એક કારણ ખભાને લાંબા સમય સુધી સ્થાયી રાખવાનું હોય છે. પરંતુ શોલ્ડરથી સતત કામ કરતુ રહેવુ અને કસરત કરવાથી આવુ થતુ નથી.