ડીમેટ એકાઉન્ટ તમારા રોકાણને છેતરપિંડીથી બચાવવાનું કામ કરે છે સાથે સ્ટોરેજ, ચોરી, નુકશાન અને ગેરરીતિના જોખમોને પણ ઘટાડે છે. તે તમારા તમામ રોકાણો માટે મોટા સ્ટોર તરીકે પણ કામ કરે છે. આ સિવાય તમને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં એક એકાઉન્ટ હેઠળ વિશ્વમાં ગમે ત્યાંથી શેર, સરકારી સિક્યોરિટીઝ, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણોને ટ્રૅક કરવા અને ઍક્સેસ કરવા સક્ષમ બનાવે છે. ડિમેટ એકાઉન્ટ ઘણા ફાયદા છે, ચાલો તેના વિશે અહીંયા જાણીએ.
- હોલ્ડિંગ્સને સુરક્ષિત રાખે
જ્યારે તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો છો ત્યારે તમારી હોલ્ડિંગ તૂટફૂટ અને ચોરીને કારણે થતા નુકસાન સામે રક્ષણ મળે છે.
- રોકાણને બચાવે છે છેતરપિંડીથી
ઓનલાઈન સેટલમેન્ટ પહેલા છેતરપિંડી અથવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને માલિકોની કોપી કરવાના અનેક કિસ્સાઓ હતા, પરંતુ ડીમેટ એકાઉન્ટ આવ્યા બાદ હોલ્ડિંગની કોપી કરવી અશક્ય બની ગઈ.
- શેરનું તુરંત ટ્રાન્સફર
ડીમેટ એકાઉન્ટનો એક ફાયદો એ પણ છે કે ટ્રાન્ઝેક્શન ન માત્ર સુરક્ષિત અથવા સરળ બને છે, પરંતુ પતાવટ પણ જલ્દી થાય છે. જલ્દી પતાવટથી છેતરપિંડીનું જોખમ પણ ઘટે છે.
- ગમે ત્યાંથી ઈન્સ્ટન્ટ ઍક્સેસ
ડીમેટ એકાઉન્ટથી તમારા લેપટોપ અથવા મોબાઇલ દ્વારા વિશ્વમાં ગમે ત્યાંથી શેર ખરીદવા અને વેચવાનું સરળ બને છે.
- અનલિમિટેડ શેર સ્ટોરેજ
ડીમેટ એકાઉન્ટમા તમે ભેગા કરેલા શેરની માત્રા વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે નાના હિસ્સામાં પણ ટ્રેડ કરી શકો છો અને એકાઉન્ટને ઓનલાઈન મોનિટર પણ કરી શકો છો.
- લોન પણ મેળવી શકો છો
ડીમેટ એકાઉન્ટનો એક ફાયદો એ પણ છે કે તમારા ઓનલાઈન એકાઉન્ટમાં રહેલી સિક્યોરિટીઝનો ઉપયોગ વિવિધ બેંકો પાસેથી લોન લેવા માટે થઈ શકે છે. આ વિવિધ હેતુઓ માટે લોન મેળવવા માંગતા લોકો માટે સગવડ પૂરી પાડી શકે છે.
- એકાઉન્ટને ઓટોમેટિક કરી શકાય છે અપડેટ
તમારા ડીમેટ એકાઉન્ટના સ્ટોકમાં કોઈ ફેરફાર હોય. જેમ કે બોનસ ઈશ્યુ, સ્ટોક સ્પ્લિટ વગેરે તો તમને ડીમેટ એકાઉન્ટમાં ઓટોમેટિક અપડેટ મળી જશે.
- નોમિની ઉપલબ્ધ
SBI સિક્યોરિટીઝ અનુસાર અણધાર્યા સંજોગોમાં તમારું ડીમેટ એકાઉન્ટ સેફ રહે અને તમારી હોલ્ડિંગ સુરક્ષિત રહે છે તથા નિયુક્ત કરાયેલ નોમિનીને શેરહોલ્ડિંગ પ્રાપ્ત થાય છે.
- લેવડ દેવડ ખર્ચમાં ઘટાડો
ડીમેટ એકાઉન્ટ રાખવાનો ફાયદો એ પણ છે કે તમને લેવડ દેવડનો ખર્ચનો ઓછો આવે છે. શુલ્ક દીઠ ISIN હિસાબથી લેવામાં આવે છે, પછી ભલે તમે 1 શેર ટ્રાન્સફર કરો કે 100.
- ખરાબ ડિલિવરી કરે છે દૂર
ડિપોઝિટરી વાતાવરણમાં સિક્યોરિટીઝને કોઈ પણ કારણસર "ઓબ્જેક્શન હેઠળ" પરત નથી કરી શકાતી તેથી ખરાબ ડિલિવરીનો પ્રશ્ન જ ઊભો નથી થતો. ન તો રોકાણકાર તેના દ્વારા ખરીદેલી સિક્યોરિટીઝ વિશે કોઈ અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે.