બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Should Rohit Sharma give up the T20 captaincy now? These three reasons are behind the failure of hit man as a captain

ક્રિકેટ / શું હવે રોહિત શર્મા એ છોડી દેવી જોઈએ T20ની કેપ્ટનશિપ? હિટ મેનના કેપ્ટન તરીકે ફેલ થવા પાછળ છે આ ત્રણ કારણ

Megha

Last Updated: 01:43 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના મોટાભાગના દિગ્ગજોનું પણ એવું માનવું છે કે રોહિત શર્માએ ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ અને હાર્દિક પંડ્યાને કમાન સોંપવી જોઈએ.

  • રોહિત શર્માએ શા માટે છોડી દેવી જોઈએ T20ની કેપ્ટનશિપ?
  • હાર્દિક પંડ્યાને આ ફોર્મેટની કેપ્ટનશિપની કમાન સોંપવી જોઈએ
  • ક્રિકેટ નિષ્ણાતો ટીમ ઈન્ડિયા માટે એક યુવા T20 કેપ્ટનની માંગ કરી રહ્યા

T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી અને આ પછી રોહિત શર્માની કેપ્ટનશિપ પર અનેક સવાલો ઉભા થયા હતા આ સાથે જ એવા અહેવાલો મળ્યા હતા કે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાના છે. જો કે આ બધા વચ્ચે વિશ્વ ક્રિકેટના મોટાભાગના દિગ્ગજોનું પણ એવું જ સૂચન છે કે રોહિત શર્માએ ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ અને હાર્દિક પંડ્યાને આ ફોર્મેટની કેપ્ટનશિપની કમાન સોંપવી જોઈએ. 

રોહિત શર્માએ શા માટે છોડી દેવી જોઈએ T20ની કેપ્ટનશિપ?
જણાવી દઈએ કે રોહિત શર્મા હમણાં જ 35 વર્ષના થયા છે અને ક્રિકેટ નિષ્ણાતો ટીમ ઈન્ડિયા માટે એક યુવા T20 કેપ્ટનની માંગ કરી રહ્યા છે. આ માંગ વર્ષ 2024માં T20 વર્લ્ડ કપની ટ્રોફીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. રોહિત શર્માએ T20 ફોર્મેટમાં કેપ્ટનશીપ કેમ છોડવી જોઈએ તેના 3 મોટા કારણો છે અને એ કારણો વિશે આજએ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

1. રોહિત શર્મા સાથે ફિટનેસની સમસ્યા 
રોહિત શર્માની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. રોહિત શર્મા 35 વર્ષના થયા છે અને ધીરે ધીરે એમના કરિયરના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યા છે. રોહિત શર્મા 3-4 મહિનામાં એકવાર ક્રિકેટમાંથી બ્રેક લે છે એ વિશે પણ આપણએ બધા જાણીએ જ છીએ. આ સાથે રોહિત શર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે અને તે હાલ ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પણ છે. જો કે હાલની એમની રમતમાં રોહિત શર્મા પર કેપ્ટન્સીનું દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે એ વાત પણ છે કે આઈપીએલ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એકસાથે કેપ્ટનશિપ કરવી એ સરળ વાત નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માને ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડીને હાર્દિક પંડ્યાને કમાન સોંપવી જોઈએ. 

2. T20 ફોર્મેટમાં ખરાબ ફોર્મ 
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લી 12 T20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં માત્ર એક જ વખત 50 રનનો આંકડો પાર કરી શક્યા છે. T20 ઈન્ટરનેશનલમાં આવો રેકોર્ડ હિટ મેન કહેવાતા રોહિત શર્માને શોભતો નથી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન રોહિત શર્માએ 6 T20 મેચમાં માત્ર 116 રન બનાવ્યા હતા અને આ દરમિયાન રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ પણ ઘણો નબળો હતો. T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન  હિટ મેન કહેવાતા રોહિત શર્માએ 106.42ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.

3. હાર્દિક પંડ્યાનો T20 કેપ્ટન બનવાનો દાવો મજબૂત  
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્મા પર દરરોજ પસાર થતા દિવસો સાથે દબાણ પણ વધતું જાય છે. આવનાર ટી20 વર્લ્ડ કપ વર્ષ 2024માં યોજાવાનો છે અને તેને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ પણ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને નવા ટી20 કેપ્ટન બનાવવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે આ વર્ષે હાર્દિક પંડયા તેમના કેપ્ટનશીપની શરૂઆત કરતી વખતે પહેલીવારમાં જ નવી ટીમ ગુજરાત ટાઇટન્સને IPL 2022 નો ખિતાબ જીતાવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma T20 captaincy t-20 cricket રોહિત શર્મા હાર્દિક પંડ્યા Rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ