આજે ધનતેરસનો તહેવાર છે અને ખરીદી કરવાની પરંપરા પણ છે. ત્યારે જો આ વસ્તુ ખરીદી લેશો તો જીવનભર ક્યારેય પૈસા સંબંધિત તકલીફ નહી થાય
ધનતેરસે અચૂક કરો 3 સાવરણીની ખરીદી
સાવરણી અને માતા લક્ષ્મીને છે ખાસ સંબંધ
માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને નહીં પડે ધનની ખોટ
આ કારણે ધનતેરસે સાવરણી ખરીદવાની છે પરંપરા
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થવાની માન્યતા છે. કહેવાય છે તે આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક તંગી પણ દૂર થાય છે. સમૃદ્ધિનો વાસ થાય છે. આ સિવાય સાવરણી પર સફેદ દોરો બાંધીને લાવવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે છે.
3 સાવરણી ખરીદવી ગણાય છે શુભ
કહેવાય છે કે ધનતેરસના દિવસે સાવરણીની સંખ્યા વિષમ રાખવી. એેટેલે કે 2ને બદલે 3 સાવરણી ખરીદવી એ લાભદાયી રહે છે. આ સિવાય ધનતેરસે ખરીદેલી સાવરણી મંદિરમાં આપવી શુભ ગણાય છે. રવિવાર અને મંગળવારે સાવરણી ન ખરીદવી એવી માન્યતા છે અને સાથે જ સાવરણીને પગ ન લગાડવો. તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે.