ગાંધીનગર / રાજ્યમાં બાળ રોગ નિષ્ણાંતની ભરતીને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં બાળ રોગ નિષ્ણાંતની ભરતીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે...છોટાઉદેપુર, સાબરકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ-દ્વારકા, અને ભરૂચ જીલ્લામાં કુલ ૩૨ જગ્યા મંજૂર થઈ છે. જો કે, હજુ સુધી 32માંથી એક પણ જગ્યા ભરાઈ નથી. સરકારની બેદરકારીના કારણે છ જિલ્લામાં બાળ રોગ માટે લોકોને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. રાજ્યમાં કુલ 261 બાળરોગ નિષ્ણાતોની જગ્યા મંજૂર થયેલી છે. જેમાંથી કુલ 121 જેટલી જગ્યાઓ હજુ સુધી ખાલી છે. એક બાજુ રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર જ ન હોવાથી અનેસ સવાલો ઉઠ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ