બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Shocking revelation in Uttar Pradesh conversion case

ઉત્તરપ્રદેશ / યુપીમાં ધર્માંતરણ મામલો: ગુજરાતમાંથી ઝડપાયેલા સલ્લાઉદ્દીને કરેલા ખુલાસાથી પોલીસ પણ થઈ ગઈ સ્તબ્ધ

Ronak

Last Updated: 09:49 AM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશ ધર્માન્તરણ કેસમાં ગુજરાત ATSની ટીમે અમદાવાદથી જે આરોપીની ધરપકડ કરી હતી તેણે ચોંકવનારા ખુલાસા કર્યા છે. આરોપી સલ્લાઉદ્દીને કહ્યું કે તેણે CAAનો વિરોધ કરતા લોકોને છોડાવા માટે 5.43 કરોડનું ફંડીગ કર્યુું હતું.

  • ઉત્તરપ્રદેશ ધર્માન્તરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો 
  • આરોપી સલ્લાઉદ્દિને કર્યું હતું કરોડોનું ફંડીંગ 
  • CAAનો વિરોધ કરતા લોકોને છોડાવા કર્યું હતું ફંડિગ 

ઉત્તરપ્રદેશ ધર્માન્તરણ કેસમાં જેલમાં બંધ આરોપી સલ્લાઉદ્દીન દ્વારા ચોંકાવનારા ખુલાસો કરવામાં આવ્યો છે. સલાઉદ્દીને એવો ખુલાસો કર્યો છે કે જે લોકો CAAનો વિરોધ કરતા હતા તે લોકોને છોડાવા માટે તેણે નાણા મોકલ્યા હતા. સમગ્ર મામલે ખુલાસો થયો બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે અને તપાસ કરી રહી છે. 

5.43 કરોડના વ્યવહારો પોલીસને મળી આવ્યા 

આરોપીએ 5.43 કરોડના વ્યવહારો કર્યા હતા જે પોલીસને મળી આવ્યા છે. આ નાણા તેણે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં મોકલ્યા હતા. જેમા હવાલા દ્વારા તેણે નાણા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. 

4 કરોડ મસ્જિદ બનાવા મોકલ્યા હતા 

વધુમાં આરોપી સલાઉદ્દીને એવી કબૂલાત પણ આપી છે કે તેણે 4 કરોડ રૂપિયા મસ્જિદ બનાવવા માટે પણ મોકલ્યા હતા. આ આરોપીએ મધ્ય ગુજરાતમાં અનેક લોકોનું ધર્માન્તરણ કરાવ્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. જેથી તેની કરતૂતને કારણે આજે તે જેલના સળીયા ગણી રહ્યો છે. જોકે હાલ આ મુદ્દે સલ્લાઉદ્દીનને વડોદરા ટ્રાન્સફર વોરંટથી લાવવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાત ATSની ટીમે અમદાવાદથી કરી હતી આરોપીની ધરપકડ 

ઉલ્લેખનીય છે કે સલ્લાઉદ્દીન શેખની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ ધર્માન્તરણ કેસમાં તેના પર આરોપ લાગ્યા હતા કે તેને મોટા પ્રમાણમાં ફંડીગ કર્યું છે. જે આરોપો હવે સાચા સાબિત થયા છે. આપને જણાવી દઈએ કે ગુજરાત ATS દ્વારા અમદાવાદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ