બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 AM, 11 December 2024
મુંબઈના કુર્લામાં બેસ્ટ બસ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને અકસ્માતમાં લગભગ પચાસ લોકો ઘાયલ થયા. પરંતુ પ્રશ્ન એ છે કે આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો. આ સવાલનો જવાબ આરોપી સંજય મોરેએ પોલીસ પૂછપરછ દરમિયાન આપ્યો છે.
ADVERTISEMENT
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કુર્લા બસ દુર્ઘટના મામલામાં આરોપી સંજય મોરેએ ભૂલથી બસમાં ક્લચની જગ્યાએ એક્સીલેટર પર પગ મુકી દીધો હતો. સંજયને ભારે વાહન ચલાવવાનો કોઈ અનુભવ નથી. પહેલા સંજય મીની બસ ચલાવતો હતો. એ બસોમાં ક્લચ, બ્રેક અને એક્સીલેટર હતા. એ જ રીતે 10 દિવસની ટ્રેનિગ બાદ સંજયને સીધી જ મોટી બસ ચલલાવવા આપી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
કલ્ચની જગ્યાએ એક્સીલેટર દબાવ્યું
અકસ્માત સમયે ડ્રાયવરે ક્લચને એક્સીલેટર સમજ્યો અને એક્સીલેટર પર પગ મુકી દીધો હતો. જેથી બસ ઉભી રહેવાની જગ્યાએ ઝડપથી દોડવા લાગી હતી. જે માર્ગ પર અકસ્માત થયો એ માર્ગ પર ભીડને જોઈ સંજય આગળ વધ્યો અને બસને રોકવા માટે સુરક્ષા દિવાલ સાથે ટકરાવી.
આરોપી 21 ડિસેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે
તમને જણાવી દઈએ કે મુંબઈના કુર્લા વિસ્તારમાં થયેલા બસ અકસ્માતની તપાસ માટે બેસ્ટ એન્ટરપ્રાઇઝે મંગળવારે એક સમિતિની રચના કરી હતી. દરમિયાન અહીંની એક કોર્ટે બસ ડ્રાઈવરને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત બેસ્ટએ જણાવ્યું છે કે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. બેસ્ટના જણાવ્યા અનુસાર તપાસ સમિતિનું નેતૃત્વ ચીફ મેનેજર (ટ્રાન્સપોર્ટ) રમેશ મડાવી કરશે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ બેસ્ટ ઉઠાવશે.
વધુ વાંચોઃ મુંબઈ બેસ્ટ બસ અકસ્માતના કાળજુ કંપાવતા CCTV, મહારાષ્ટ્ર સરકારે સહાયની કરી જાહેરાત
પ્રત્યેકને રૂ. 10 લાખના વળતરની માગણી
દરમિયાન ભાજપનું પ્રતિનિધિમંડળ બેસ્ટના જનરલ મેનેજર અનિલ દિગ્ગીકરને મળ્યું અને મૃતકોના પરિવારજનોને રૂ. 10 લાખ અને ઘાયલોને રૂ. 50 હજારથી રૂ. 2 લાખનું વળતર આપવાની માગણી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.