shocking numbers of ahmedabad municipal corporations legal land capturing in 7 zones
અમદાવાદ /
AMCનાં 7 ઝોનમાં દબાણની ચોંકાવનારી વિગતો, કરોડો રૂપિયાની જમીન દબાણ હેઠળ
Team VTV09:32 AM, 13 Aug 21
| Updated: 10:54 AM, 13 Aug 21
અમદાવાદ શહેરના 7 ઝોનમાં પાલિકાના 4 હજારથી વધુ પ્લોટ આવેલા છે. જેમાંથી શહેરના વિવિધ ઝોનમાં 143 પ્લોટ પર દબાણ કરાયું છે
AMCના 143 પ્લોટ પર કરાયું દબાણ
7 ઝોનમાં 143 પ્લોટ પર દબાણ થયું
સૌથી વધુ દબાણ મધ્ય અને પૂર્વ ઝોનમાં થયું
અમદાવાદ શહેરમાં દબાણોને કારણે અનેક ટ્રાફિક વસ્તી ગીચતી જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે મ્યુનિ. કોર્પોરેશન તેમાંથી જાહેર સેવાઓ માટેના અનામત પ્લોટો મેળવે છે પરંતુ એસ્ટેટ ખાતાની ઘોર બેદરકારીના કારણે અનામત પ્લોટોમાં ઠેરઠેર દબાણો થઇ જાય છે.છતા તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા શહેરમાં દબાણનોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. શહેરમાં મહાનગરપાલિકાના કરોડોના પ્લોટ્સ પર દબાણ કરાયું હોવાનું સામે આવ્યું છે.
AMCના 143 પ્લોટ પર કરાયું દબાણ
જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના 7 ઝોનમાં પાલિકાના 4 હજારથી વધુ પ્લોટ આવેલા છે. જેમાંથી શહેરના વિવિધ ઝોનમાં 143 પ્લોટ પર દબાણ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર સૌથી વધુ દબાણ મધ્ય અને પૂર્વ ઝોનમાં છે.
જ્યારે મધ્ય ઝોનમાં સરકારના 281 પ્લોટ આવેલા છે, જેમાંથી 91 પ્લોટ પર દબાણ થયું છે. આ તરફ પૂર્વ ઝોનમાં સરકારના 547 પ્લોટ આવેલા છે, જેમાંથી 30 પ્લોટ પર દબાણ કરાયું હોવાનું સામે આવ્યું છે જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના 728 માંથી 18 પ્લોટ પર દબાણ થયું છે આ તરફ પશ્ચિમ ઝોન પણ 833 પ્લોટમાંથી 4 પ્લોટ પર દબાણ થયું છે.
સૌથી વધુ દબાણ મધ્ય અને પૂર્વ ઝોનમાં થયું
મહત્વનું છે કે તંત્ર દ્વારા દબાણ હટાવવામાં વિલંબ કરતી હોવાથી દબાણકર્તાઓ વધી જાય છે અને પછી તે પ્રતિકાર કરે છે. કેટલેક ઠેકાણે તો કાર્યવાહી બાદ ત્યાં ફરી દબાણો થવા લાગે છે. આમ થવાનું કારણ એ હોય છે કે દબાણકર્તાઓને મ્યુનિ. તંત્રનો કોઇ ભય જ નથી રહ્યો. 'હપ્તા આપવાથી બધું પતી જશે' તેવી છાપ હોવાથી દબાણકર્તાઓ તંત્રનો કોઈ ભય રહ્યો નથી.