બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shocking incident at Lal Darwaza SBI branch: Abad cheated the trader by saying 'Bring the rupees soon, otherwise the cash counter will be closed'
Pravin Joshi
Last Updated: 03:29 AM, 4 June 2023
ADVERTISEMENT
શહેરમાં ગઠિયાઓને મોકળું મેદાન મળી ગયું છે. રોજ ઊઠીને એક છેતરપિંડીની ઘટના ઘટી રહી છે. રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે પોલીસ બંદોબસ્તમાં રોકાયેલી રહે છે. ત્યાં લોકો અસલામતી અનુભવી રહ્યા છે. ત્યારે શહેરના જમાલપુરમાં રહેતા વેપારી નવા મકાનના રૂપિયા બેન્કમાં જમા કરાવવા ગયા હતા. ત્યારે એક ગઠિયો વેપારીને ઉલ્લુ બનાવી આઠ લાખમાંથી ત્રણ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાએ કહ્યું લાવો જલદી રૂપિયા નહિતર કેશ કાઉન્ટર બંધ થઇ જશે તેમ કહીને ઠગાઈ કરી હતી
જમાલપુરમાં રહેતા કાસિમ શેખે અજાણી વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાસિમ ઘરની બહાર જ ફૂટવેરની દુકાન ધરાવે છે. કાસિમે 16 લાખ રૂપિયામાં જુહાપુરા ખાતે એક ફ્લેટ ખરીદ્યો હતો. જે ફ્લેટના 16 લાખ રૂપિયા ચૂકવવાના હતા.
ADVERTISEMENT
વેપારી સાથે રૂપિયા 3 લાખની ઠગાઈ
તારીખ 02-06-2023 ના રોજ આઠ લાખ રૂપિયા બેન્કમાં જમા કરાવીને ચેક આપવાનો હતો. જેથી કાસિમ સાંજે ચાર વાગે લાલ દરવાજા પાસે આવેલી એસબીઆઈ બેન્કમાં આઠ લાખ રૂપિયા રોકડા લઇને ગયા હતા.તેઓ બેન્કમાં રૂપિયા જમા કરવાની સ્લિપ ભરતા હતા. કાસિમ પાસે 50,000 ના 16 બંડલ મળી કુલ આઠ લાખ રૂપિયા હતા. આ દરમિયાન તેમની પાસે બ્લેક કલરની ટોપી પહેરી એક શખ્સ આવ્યો હતો. આ શખ્સે કાસિમને કહ્યું હતું કે જલદી પૈસા લાવો હું કાઉન્ટર પર પૈસા જમા કરાવી દઉં નહિતર કેશ કાઉન્ટર બંધ થઇ જશે. આમ કહીને આ શખ્સ બેગ ખોલીને 16 બંડલ કાઢીને લાઈનમાં ઊભો રહી ગયો હતો. જેથી કાસિમને લાગ્યું કે બેન્કનો કર્મચારી હશે. જેથી કાસિમ સ્લીપ ભરવામાં વ્યસ્ત થઇ ગયા હતા.
ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ દરમિયાન તે શખ્સે કાસિમ પાસે આવીને કેટલાક બંડલ પરત આપી દીધા હતા. આ શખ્સે કાસિમને કહ્યું હતું કે આ બંડલ પર તમારા એકાઉન્ટના છેલ્લા ચાર ડિજિટ લખીને આપો આમ કહેતા કાસિમે તેના બંડલ પરત લઇ લીધા હતા. તે પછી આ શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. કાસિમે અચાનક બધાં બંડલની તપાસ કરતાં છ બંડલ ઓછાં હતાં. કાસિમે આ શખ્સની શોધખોળ કરી પરંતુ તે ફરાર થઇ ગયો હતો. કાસિમને છેતરીને આ શખ્સ ત્રણ લાખ રૂપિયા લઈ ગયો હતો. કાસિમે તરત આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કર્યા બાદ ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેન્કના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT