બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 20 September 2024
જો આપણે મુસાફરી વિશે વાત કરીએ, તો આપણા મગજમાં પહેલો વિચાર ટ્રેનનો જ આવે છે. આવું એટલા માટે છે કારણ કે ટ્રેન ઘણી એવી જગ્યાઓ પર ઉભી રહે છે જ્યાં તમે ટ્રેનમાંથી ઉતરીને નજારો જોઈ શકો છો અને તેનો આનંદ માણતા જ તમે તમારા સ્ટેશન સુધી પહોંચી શકો છો. જો કે, ક્યારેક એવું બને છે કે ટ્રેનની મુસાફરી અન્ય કારણોસર પણ યાદગાર બની જાય છે. એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે જોયા પછી તમે ચોંકી જશો.
ADVERTISEMENT
તમે ઘણીવાર ટ્રેનમાં સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતા જોયા હશે. ઘણી વખત સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે લોકોને ઝઘડાની વચ્ચે આવવું પડે છે. અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફર રિઝર્વ સિટના મુસાફરને ખસવા માટે કહી રહ્યો છે. તેના પછી જે થાય છે તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
ADVERTISEMENT
Verbal Kalesh b/w Passengers Inside Indian Railwas over the guy in white shirt didn't have Reserved Seat but he wanted to Sit
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 18, 2024
pic.twitter.com/xuo7oJOa2t
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મુસાફર સ્લીપર કોચમાં આરામથી સૂઈ રહ્યો હોય છે. આ દરમિયાન એક વ્યક્તિ ટિકિટ વિના આવે છે અને તેને ઉઠો અને અમને અહીં બેસવા દો તેવું કહે છે. જેના પછી સીટ પર સૂઈ રહેલો વ્યક્તિ ગુસ્સે થાય છે અને કહે છે કે અમે સીટ રિઝર્વ કરાવી છે જેથી અમે આરામથી ઘરે જઈ શકીએ. પછી તે માણસ ગુસ્સે થઈ જાય છે અને ઝઘડો કરવા લાગે. અને તેને કહે છે કે શું સીટ ઘરે લઈ જશો. આ પછી તે વ્યક્તિ કહે છે કે જો તમારે સીટ જોઈતી હોય તો તમારે જનરલ કોચમાં જવું જોઈએ.
વધુ વાંચોઃ- તિરુપતિ પ્રસાદ વિવાદ પહોંચ્યો આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં, જગન મોહન રેડ્ડીની પાર્ટીએ કરી આ મોટી માગ
વીડિયોને એક્સ પર @gharkekalesh નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. લોકો વીડિયો જોઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ રીતે એકબીજા સાથે કોણ ઝઘડે છે. તો અન્ય એક યુઝરે લખ્યું, આ તો જબરદસ્તી છે. તે સિવાય અન્ય લોકોએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.