બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:45 PM, 29 November 2023
ADVERTISEMENT
રાજસ્થાનના નાનકડા શહેર પાલીમાં બનેલી એક નિર્મમ હત્યાથી હડકંપ મચ્યો છે. હત્યારો પિતા છે અને જેની હત્યા કરવામાં આવી છે તે પરિણીત પુત્રી છે જે લગ્નના બાર વર્ષ પછી પહેલી વાર ગુજરાતના ગાંધીધામથી રાજસ્થાનના પાલીમાં આવેલા તેના પિયરમાં લગ્નપ્રસંગે આવી હતી પરંતુ તેને ખબર નહોતી કે તેના સગા પિતા ઉઠીને તેની ઘાતકી કરી નાખશે. હત્યારો પિતા છેલ્લા બાર વર્ષથી આ જ દિવસની રાહ જોઈને બેઠો હતો અને જેવી દીકરી આવી કે તરત જંગલમાં લઈ જઈને તેને મારીને સળગાવી દીધી હતી. હત્યારા પિતાને લાગતું હતું કે તેની આ પુત્રીએ જ તેને પત્નીથી અલગ પાડ્યો હતો બસ આ જ વાતનું વેર વાળવા તેણે દીકરીની હત્યા કરી નાખી હતી.
કેવી રીતે કરી હત્યા
ADVERTISEMENT
શિવલાલ નામનો શખ્સ તેની પરણેલી દીકરી નિરમાને નાની દીકરી માટે છોકરો જોવા જવાનું છે તેવું બહાનું કાઢીને જંગલમાં લઈ ગયો હતો. જ્યાં ચાકૂથી ગળું કાપીને તેની લાશ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. હત્યા બાદ નાસી છૂટેલા પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના સિરયારી પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
જંગલમાં ચાકૂથી હત્યા, લાશ પેટ્રોલથી સળગાવી
નિરમા દેવી નામની મહિલા પતિ સાથે ગુજરાતના ગાંધી ધામમાં રહે છે. પિયરમાં સગાના લગ્નપ્રસંગે તે પાલી આવી હતી ત્યાં તેમની મુલાકાત તેમની નાની બહેન અને પિતા શિવલાલને મળી હતી, આ દરમિયાન શિવલાલે દીકરીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તે પ્રમાણે તેને નાની દીકરી માટે છોકરો જોવાને બહાને બાઈક પર બેસાડીને જંગલ લઈ ગયો અને જંગલમાં ચાકૂથી તેની હત્યા બાદ લાશ પેટ્રોલથી સળગાવીને ઘેર આવતો રહ્યો હતો.
ઘેર આવીને લોહીવાળા હાથ ધોયા
મંગળવારે બપોરે તે ગામની બહાર જંગલમાં ગયો હતો અને નાની દીકરીને બાઈક પરથી ઉતારીને કહ્યું હતું કે નિરમાને કોઈ કામ છે, હું લઈ જાઉં છું અને ઘરે પરત ફરી રહ્યો છું. ઘેર આવીને ત્યાં વાત કર. નાની છોકરીને કંઈ સમજાયું નહીં પણ તે ઘરે પાછી જતી રહી. થોડીવાર પછી શિવલાલ ઘરે પાછો ફર્યો અને ટાંકીમાં લોહીથી ખરડાયેલા હાથ ધોવા લાગ્યો. દીકરીએ પિતા પાસે મોટી બહેન માટે પૂછ્યું તો શિવલાલ ત્યાંથી ભાગી ગયો. નાની દીકરીની ચીસો સાંભળીને પાડોશના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે જંગલ જઈને અર્ધબળેલી લાશ કબજે કરી હતી.
પિતાએ કેમ કરી દીકરીની હત્યા
શિવલાલ અને તેની પત્ની થોડા સમય પહેલા જ અલગ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. શિવલાલ નિરમાને પત્નીથી અલગ કરવા માટે જવાબદાર માનતા હતા. આથી તેણે તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આમ આ કિસ્સામાં ખુદ સસરા ઉઠીને જમાઈને વિધૂર કરી નાખ્યો અને એક હસતો ખેલતો પરિવાર છિન્નભિન્ન કરી નાખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.