બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Shocking case of Pubji game addiction in Ahmedabad: Sagira took the phone and said that her parents were shocked.
ParthB
Last Updated: 01:43 PM, 2 October 2021
ADVERTISEMENT
ઘરના સભ્યોએ મોબાઈલ લઈ લેતાં સગીરા ઘર છોડવાની ધમકી આપી
પબજી ગેમના એડિક્શનના કારણે અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પબજી ગેમની લતે ચડેલી સગીરા પાસેથી ઘરના સભ્યોએ મોબાઈલ લઈ લેતાં સગીરા ઘર છોડીને ભાગી જવાની ધમકી આપી હતી. મહત્વનું છે કે, ઘરના સભ્યોએ સગીરા પાસેથી મોબાઈલ લઈ લેતાં તેણે મિત્રો પાસેથી મોબાઈલ મગાવીને ગેમ રમવાનું શરૂ કર્યું હતું. સગીરાની આવી હરકતોને કારણે સગીરાનાં માતા-પિતાએ તેને ભણાવવાનું બંધ કરાવી દીધું હતું. તેને સમજાવવા છતાં ન માનતાં માતા-પિતાએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માગી હતી.
ADVERTISEMENT
હેલ્પલાઈનને સગીરાનું કાઉન્સેલિંગ કરી આદત છોડાવી
હેલ્પલાઇનની ટીમે 16 વર્ષીય સગીરાનું કાઉન્સેલિંગ કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવાનું સમજાવ્યું હતું. માતા-પિતાને તેમની સગીર દીકરીને ભણવા માટે પરત સ્કૂલમાં એડમિશન લેવા માટે જણાવી તેને ગેમની આદતમાંથી છોડાવી હતી. અને માતા-પિતાને પણ સગીરાનું ફરી સ્કૂલમાં એડમિશન કરાવી ભણતર ચાલુ કરાવવા જણાવ્યું હતું.
ગેમ બહુ રમવાથી શું નુક્સાન થાય ?
PUBG ગેમ બહુ રમવાથી માંસ પેશીઓમાં દર્દ લાગુ પડે છે વજનમાં વધારો થાય છે, પગમાં ખાલી પડી જવી ભૂખ ઓછી લાગે, બહારનો ખોરાક ખાવાની ઈચ્છા થાય ગુસ્સો વધારે આવે છે, અનિંદ્રા થવી, બેચેની રાત્રે સ્વપ્નમાં પણ ગેમના કેરેક્ટર દેખાય છે. ગેમ રમનારે રમવા માટેનો એક ચોકકસ સમય નકકી કરવો. ગેમના વધુ પડતાં વળગણથી મગજ ઉપર સીધી અસર થાય છે. આ સાથે આંખોને પણ નુક્સાન પહોંચે છે. તેમજ વધુ પડતી ગેમ રવાથી સ્વાભાવ ચિડીયો થઈ જાય છે. તેની સીધી અસર પરિવારીક સંબંધો પર પડે છે. તેમજ રાતે મોડા સુવાથી લાંબાગાળે હેલ્થ ખરાબ થાય છે. આ સાથે સતત ગેમ રમવાથી યુવાન ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે
PUBG કેમ ખતરનાક ?
PUBG ગેમ રમનાર વ્યક્તિ કોઇ પણ મુદ્દે જતુ કરવા માંગતો નથી હોતો. તે હંમેશા લડી લેવામાં જ માને છે. ક્યારેય વિચાર્યુ ન હોય તેવી વસ્તુઓથી હુમલો કરી બેસે છે. ગેમ રમનાર વ્યક્તિની ઉંઘ ઓછી આવે છે જેથી તેની માનસિક સંતુલન પર અસર થાય છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.