બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 PM, 5 September 2024
દેશમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓની સુરક્ષાને લઈને મુદ્દાઓ ઉઠી રહ્યા છે. ત્યારે ફરી એકવખત મહિલા સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છેડતીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે એક મહિલાએ એપ દ્વારા બુક કરાયેલી ઓટો રાઈડ કેન્સલ કરી તો આરોપી ઓટો ડ્રાઈવરે પહેલા તેની છેડતી કરી અને પછી મહિલા સાથે મારપીટ કરી અને ભાગી ગયો. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પીડિતાએ જણાવ્યું કે બુધવારે તેણે અને તેના મિત્રએ ઓલા એપ દ્વારા પીક અવર દરમિયાન બે ઓટો બુક કરાવી હતી. તેમાંથી પહેલા મિત્રની ઓટો આવી ત્યાર બાદ મહિલાએ તેની ઓટો કેન્સલ કરી દીધી. આનાથી ગુસ્સે થઈને ઓટો ચાલકે તેમનો પીછો કર્યો હતો. પરિસ્થિતિ સમજાવવા છતાં ઓટો ચાલકે બૂમો પાડવાનું શરૂ કર્યું, માર માર્યો અને મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો.
ADVERTISEMENT
Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7
— Niti (@nihihiti) September 4, 2024
ADVERTISEMENT
વધુમાં મહિલાએ કહ્યું કે ઓટો ડ્રાઈવર આવ્યો અને તેને પૂછ્યું કે શું ઓટો તેના પિતાની છે, આ સિવાય તેણે મહિલા માટે ઘણા અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જ્યારે પીડિતાએ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો આરોપી ઓટો ડ્રાઈવરે તેને ધમકી આપી અને તેનો મોબાઈલ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે વિરોધ કર્યો તો ઓટો ડ્રાઈવરે તેને બધાની સામે થપ્પડ મારી અને પછી ચપ્પલથી તેના પર હુમલો પણ કર્યો. મહિલાએ જણાવ્યું કે આ દરમિયાન આસપાસના લોકો ચુપચાપ ઉભા રહીને શો જોઈ રહ્યા હતા. પીડિતાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને તેને ખૂબ જ ડરામણી ગણાવી. આ સાથે મહિલાએ ઓનલાઈન ટેક્સી આપતી કંપનીને પણ ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કંપની વતી તેમને જવાબ આપતાં કહેવામાં આવ્યું હતું કે આ ચિંતાજનક છે અને તેઓ આ ઘટનાની તપાસ કરશે, જ્યારે પીડિતા સાથેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શહેરના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ટ્રાફિક અને રોડ સેફ્ટી) આલોક કુમાર મહિલાને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. મહિલાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કર્યો છે.
વધુ વાંચો : મુકેશ અંબાણીની Jioના યુઝર્સને ગિફ્ટ, ફ્રીમાં Zomato અને OTT સબસ્ક્રિપ્શન ઓફરનો ફાયદો
મહિલાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ADGPએ કહ્યું, આવું વર્તન અસ્વીકાર્ય છે, તેના જેવા કેટલાક લોકો ઓટો ડ્રાઈવર સમુદાયની છાપ ખરાબ કરે છે. આરોપી ડ્રાઇવર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.