બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:21 PM, 13 January 2025
વાંગ ગેંગ 41 વર્ષનો છે, તે તેના માતા-પિતાને ક્યારેય મળ્યો ન હતો અને તેનો ઉછેર સાત અલગ-અલગ પરિવારોમાં થયો હતો.13 વર્ષની ઉંમરે તેણે પોતે પૈસા કમાવવાનું શરૂ કર્યું અને 2008 માં 25 વર્ષની ઉંમરે, વાંગે તેના પરિવારને શોધવાનું નક્કી કર્યું. વાંગે શેનડોંગે પ્રાંતમાં એક દત્તક પરિવારનો સંપર્ક કર્યો, જેમણે તેને બીજા દત્તક પિતા સાથે પરિચય કરાવ્યો. હુએ વાંગને કહ્યું કે, તે વાસ્તવમાં તેના નકલી પિતા છે અને જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે પત્રકારોની સામે વાંગને તેનો જૂનો ફોટો બતાવ્યો હતો.
ADVERTISEMENT
જો કે ડિસેમ્બરમાં જ્યારે વાંગ હુને ચેક-અપ માટે હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારે વાંગે 16 વર્ષમાં પ્રથમ વખત ડીએનએ ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટ થકી ચોંકાવનારું રહસ્ય બહાર આવું કે, વાંગ તેના પિતા જ નથી. વાંગે કહ્યું કે, વારંવાર હુને ડીએનએ ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું, પરંતુ દરેક વખતે હુએ કહ્યું કે આ ખૂબ જ હેરાન કરી નાખે તેવું પગલું છે. ટેસ્ટ કરાવવા બહાર બીજા શહેર જવું પડશે. જો કે, વાંગએ તેની આ સમજણને અવગણી કરી. કેમ કે બંનેનો રક્ત પ્રકાર એક જ હતો અને કુટુંબનું પુનઃમિલન બરબાદ ન થાય એટલા માટે.
ADVERTISEMENT
વધુ વાંચો: 2025 શરૂ થતાં જ બાબા વેંગાની બે ભવિષ્યવાણી સાચી ઠરી, આવનારી આગાહીઓ ઊંઘ ઉડાવે તેવી
જ્યારે વાંગે હુને પૂછ્યું કે, તેણે ઓળખ કેમ ખોટી બતાવી, તો હુએ પહેલા ફોન કટ કરી દીધો અને બાદમાં કહ્યું કે તેણે આ બધું વાંગને વધુ સારી રીતે સમજવા માટે કર્યું છે, કારણ કે તે ખૂબ જ ગરીબ અને માતા-પિતા વગરનો હતો. જો કે, હવે વાંગ તેના વાસ્તવિક પરિવારની શોધ ફરી શરૂ કરવા માટે મક્કમ હતો અને હુ માનવ તસ્કરીમાં સંડોવાયેલ છું કે નહીં તેની તપાસ પોલીસને કરવા માટે કહી છે.
ચીનના સોશિયલ મીડિયા પર આ ઘટનાને જોતાં ઘણી પ્રતિક્રિયાઓ કરવામાં આવી છે. ઘણાનું કહેવું છે કે, તેણે વાંગના જીવનના 16 વર્ષ વેડફ્યા. જો કે, બીજાનું કહેવું છે કે હવે તેનો પરિવાર મળશે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.