ભારતની વિરુદ્ધ ICC ક્રિકેટ વર્લ્ડકપમાં કરારી હાર બાદ પાકિસ્તાનના ક્રિકેટરોને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતથી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટરોની મેચ પહેલા થયેલી હુક્કા પાર્ટી પર પણ જોરદાર વિવાદ થયો.
પૂર્વ પાકિસ્તાન ક્રિકેટરોએ કહ્યું કે શોએબ મલિકને એવું માની લેવું જોઇએ કે એમનું કરિયર લગભગ ખતમ થઇ ગયું છે. 37 વર્ષના મલિકે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે વર્લ્ડકપ બાદ તેઓ વનડે ક્રિકેટને અલવિદા કહી દેશે અને આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારી ટી 20 વર્લ્ડકપ પર ધ્યાન આપશે.
મલિકે વર્લ્ડકપમાં ત્રણ મેચોમાં માત્ર 8 રન કર્યા છે અને ભારતની સામે ખાતું ખોલ્યા વગર જ આઉટ થવા પર મોટાભાગે પૂર્વ ખેલાડી માની રહ્યા છે કે મલિકે પોતાની અંતિમ મેચ રમી લીધી. પૂર્વ ટેસ્ટ સ્પિનર ઇકબાલ કાસિમે કહ્યું, 'એમને પોતે વર્લ્ડકપ પહેલા કહ્યું હતું કે એ ત્યારબાદ વન ડે થી સંન્યાસ લઇ લેશે. ટૂર્નામેન્ટમાં એના પ્રદર્શનને જોઇને મને લાગતું નથી કે એને બાકી રહેલી ચાર મેચોમાં તક મળશે.'
શોએબ મલિકે 35 ટેસ્ટ, 287 વનડે અને 111 ટટી 20 આતંરરાષ્ટ્રીય મેચ રમી છે. પાકિસ્તાન માટે 1999માં વનડેમાં પદાર્પણ કરનાર મલિકે મેચના આ પ્રારૂપમાં 7534રન બનાવવાની સાથે 158 વિકેટ પણ લીધી છે.
પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસૂફે કહ્યું કે, 'મને લાગે છે કે પાકિસ્તાન માટે એમનું કરિયર સમાપ્ત થઇ ગયું. હાલની વર્લ્ડકપમાં મને લાગતું નથી હવે એમેનન તક મળશે. એમને ફરીથી ટીમમાં રાખવા મોટી ભૂલ થશે.' જો કે કેપ્ટન સરફરાઝ અહમદ અને કોચ મિકી ઑર્થરે મલિકનો બચાવ કર્યો છે.
વર્લ્ડકપમાં ભારતની હાર બાદ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને પત્ની સાનિયા મિર્ઝાના નાઇટઆઉટનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ ગયો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ભારતની વિરુદ્ધ મેચ ઠીક પહેલા રાતનો છે.