બાલ શિવા, મહાદેવ, રાધા કૃષ્ણ અને રામ સિયા કે લવ કુશ જેવી ધાર્મિક સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ શિવ્યા પઠાનિયાએ કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો
શિવ્યા પઠાણિયા એક ટીવી એક્ટ્રેસ છે
ટીવી શો 'બાલ શિવ'ને લઈને ચર્ચામાં
કાસ્ટિંગ કાઉચે કામ સાથે સંબંધ બનાવવાની માંગ કરી હતી
કાસ્ટિંગ કાઉચને લઇને ચોંકાવનારો ખુલાસો
ટીવી એક્ટ્રેસ શિવ્યા પઠાણિયા પોતાના ટીવી શો 'બાલ શિવ'ને લઈને ચર્ચામાં આવી છે. આ દરમિયાન એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચને લઇને ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કાસ્ટિંગ કાઉચનું દર્દ જણાવતા તેમણે કહ્યું કે, જ્યારે તેમને 8 મહિના સુધી કોઈ કામ ન મળ્યું તો આ જ સમયગાળામાં કામના બદલામાં તેમની સાથે સંબંધ બનાવવાની માંગ કરવામાં આવી હતી. જો કે આ માટે અભિનેત્રીએ પ્રોડ્યૂસરને ઘણું સંભળાવ્યું હતું અને ત્યાંથી તરત જ ઘરે આવી ગઇ. શિવ્યા પઠાણિયા 'બાલ શિવ' પહેલા 'એક રિશ્તા સાઝેદારી કા', 'મહાદેવ' અને 'રાધા કૃષ્ણ' અને 'રામ સિયા કે લવ કુશ' જેવા શો માટે જાણીતી છે. જોકે, હવે અભિનેત્રીના ખુલાસાથી ફેન્સને ખૂબ આશ્ચર્ય થયું છે.
8 મહિના સુધી કોઈ કામ નહોતું
કાસ્ટિંગ કાઉચનું સંપૂર્ણ સત્ય જણાવતા શિવ્યા પઠાનિયાએ મીડિયાને જણાવ્યું કે જ્યારે તેની પહેલી ટીવી સીરિયલ 'હમસફર' બંધ થઈ ગઈ તો તેની પાસે 8 મહિના સુધી કોઈ કામ નહોતું. આ જ સમયગાળામાં કામના બદલામાં તેમની સાથે સંબંધ બાંધવાની માગણી થઈ હતી. શિવ્યાએ જણાવ્યું હતું કે તે સાન્તાક્રુઝ (મુંબઈ)ના ઓડિશન માટે ગઈ હતી જે એકદમ નાનું હતું. પણ તેમ છતાં હું ત્યાં ગઈ હતી.
કોમ્પ્રોમાઈઝ કરવું પડશે
તેણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તે ત્યાં પહોંચી, ત્યારે તેણે જોયું કે એક રૂમમાં તે માણસ (કદાચ નિર્માતા) બેઠો હતો. જો તારે એડમાં કોઈ મોટી સેલિબ્રિટી સાથે કામ કરવું હોય તો તારે મારી સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે." શિવ્યાએ કહ્યું કે, તેના રૂમમાં લેપટોપ પર ભજન ચાલી રહ્યા હતા, જે બાદ શિવ્યાએ તેને કહ્યું કે તમને શરમ નથી આવતી. તમે ભજન સાંભળો છો અને તમે આવું કહો છો? પછી તે ત્યાંથી જતી રહી હતી.
તે બધા નકલી માણસો હતા
શિવ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે આ ઘટના તેના તમામ મિત્રોને જણાવી હતી જેથી તેઓ તેની ચુંગાલમાં ફસાઈ ન શકે. જો કે પાછળથી તેને ખબર પડી કે તે વ્યક્તિ નિર્માતા નથી, તે નકલી છે, તેથી તેને ખૂબ આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે તે માણસનું કોઈ પ્રોડક્શન હાઉસ કે બીજું કંઈ નહોતું, શિવ્યા માને છે કે મુશ્કેલ સમય બધાની સામે આવે છે પરંતુ એક વાત સાચી છે. વધુ કામ ઇન્ડસ્ટ્રીમાં મહેનતથી જ મળી શકે છે.