shivsena ncp and congress had a big meeting to discuss common minimum program for alliance
બેઠક /
તો શું આખરે બની ગયો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો પ્લાન? ત્રણેય પક્ષોની થઈ બેઠક
Team VTV08:06 PM, 14 Nov 19
| Updated: 08:24 PM, 14 Nov 19
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ગુરુવારે એક મોટી બેઠક કરી. પ્રદેશમાં એક સાથે સરકાર બનાવવાની સંભાવનાઓને જોઇ રહેલા ત્રણેય પાર્ટીઓની ગુરુવારે સાંજે સંયુક્ત મોરચાની સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ પર મંથન કર્યું. આ બેઠકમાં કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે સામેલ થયા.
શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ ગુરુવારે એક મોટી બેઠક કરી
બેઠક બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસની સંયુક્ત સરકાર બનાવવાની સ્થિતિઓ સ્પષ્ટ થઇ શકે
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ હવે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસની સંયુક્ત સરકાર બનાવવાની સ્થિતિઓ સ્પષ્ટ થઇ શકે છે. આ ઉપરાંત એનસીપી અધ્યક્ષ શરદ પવારના દિલ્હી પહોંચવાની વાત પણ કહેવામાં આવી રહી છે. ગુરુવારે આ બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એનસીપી નેતા શરદ પવાર સાથે ફોન પર વાત પણ કરી હતી.
સોનિયાની મુલાકાત કરી શકે છે શરદ પવાર
મુંબઇમાં થયેલી આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ, હાલ તેના પર કોઇપણ પાર્ટીનું નિવેદન નથી આવ્યું. બીજી તરફ માનવામાં આવી રહ્યું છે, શરદ પવાર દિલ્હીમાં સોનિયા ગાંધીથી મુલાકાત બાદ શિવસેના સાથે ગઠબંધન પર અંતિમ નિર્ણય લઇ શકે છે. તેના પહેલા બુધવારે મુંબઇમાં એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ એક મોટી બેઠક થઇ હતી.
મંત્રી પરિષદને લઇને પણ ચાલુ છે ચર્ચા
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ એક સમન્વય સમિતિની સ્થાપના કરી છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવી રહી છે, જેમા ત્રણેય પાર્ટીના ચૂંટણી ઘોષણા પત્રને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવિ મંત્રી પરિષદના સ્વરૂપને લઇને પણ વાતચીત ચાલી રહી છે.
શિવસેના-કોંગ્રેસની ત્રીજી મીટિંગ
મંગળવારે રાત્રે ટ્રાઇડેન્ટ હોટલમાં જ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના અહમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બુધવારે બપોરે ઠાકરેએ પ્રદેશ કોંગ્રેસના કેટલાક મહત્વપૂર્ણ નેતાઓ સાથે હોટલમાં મુલાકાત કરી. આ મીટિંગમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને પૂર્વ સીએમ અશોક ચૌહાણ પણ હાજર રહ્યા.