સત્તા સંગ્રામ / ભાજપ-શિવસેના ફરી એક થશે? ઉદ્ધવનો ગુસ્સો આપી રહ્યો છે કંઈક એવો જ ઈશારો

shivsena chief uddhav thakrey slams a journalist to question about BJP on formation of government

શિવસેનાએ મહારાષ્ટ્રમાં રાજગાદી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ હજુ સુધી કઈ હાથમાં આવ્યું નથી. શિવસેનાએ શરદ પવારનાં ભરોસે ભાજપ સાથે સંબંધો તો તોડી નાખ્યા પણ છેલ્લીઘડીએ એનસીપીએ સમર્થનપત્ર આપવાથી ના પાડી દીધી. મંગળવારે એનસીપી અને કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે હજુ એનસીપી અને કોંગ્રેસ અમુક મુદ્દાઓ પર ચર્ચા કરશે જે બાદ શિવસેનાને સમર્થન આપવા પર વિચાર કરવામાં આવશે. શરદ પવાર અને અહેમદ પટેલની પ્રેસ કોન્ફ્રેન્સ બાદ તરત જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકારો સાથે વાતચીત કરી હતી. શિવસેના પ્રમુખે દાવો કરતા કહ્યું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવવાની ફોર્મ્યુલા શોધી કાઢીશું. 

બ્રેકિંગ ન્યૂઝ